News of Tuesday, 31st December 2024
પાલિકાએ કમરતોડ વેરો વધારતા બગસરા સજ્જડ બંધ
ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા અપાયેલ બંધના એલાનમાં સામાજીક સંસ્થાઓ, નાના-મોટા વેપારીઓનું સમર્થન

( સમીર વિરાણી દ્વારા) બગસરા તા. ૩૧ :.. બગસરા પાલિકાએ વેરા વધારો કરવા માટેની મંજૂરી મળતા સામાજિક સંસ્થા ચેમ્બર ઓફ કોમર્સે તા.૩૧મીએ શહેર બંધનુ એલાન આપ્યુ છે. જા કે મામુલી વેરો વધારવો પડે તેવી સ્થિતિ હોવાનુ પાલિકા પ્રમુખે જણાવ્યું હતું. બગસરામાં જુદા-જુદા વેરા નાખવામાં આવતા દર વર્ષે રૂ.૭૦૦નો વેરાબોજ શહેરીજનોને પડતો હોવાથી આ બાબતે ચેમ્બર ઓફ કોમર્સે વેરા વધારાના વિરોધમાં આજે બગસરા બંધનું એલાન આપ્યુ છે. તેમજ તમામ લોકો વિજય ચોક ખાતે ભેગા મળીને શહેરની વિવિધ સંસ્થાઓ સાથે મળીને આવેદન પણ આપવામાં આવશે.
આ અંગે ધારાસભ્ય જે.વી.કાકડીયાએ જણાવ્યું હતુ કે શહેરના વિકાસ માટે અને કર્મચારીઓના પગાર નિયમિત થાય તે માટે વેરો વધારવો જરૂરી છે.તો પાલિકા પ્રમુખ જયોત્સનાબેન રીબડીયાએ જણાવ્યું હતું કે ભુગર્ભ ગટરનુ એક કરોડનું મેન્ટેનન્સ આવે છે તેની સામે બગસરા નાગરિક દ્વારા તેમને ખુલ્લી ચેલેન્જ કરવામાં આવી હતી કે અમોને માત્ર ૫૦ લાખ આપજો અમો સમગ્ર બગસરા ની ભૂગર્ભ ગટરનું મેન્ટેનન્સ કરીને આપીશું આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે નગરપાલિકાના ગૌતમમાં છગનભાઈ હીરાણી પ્રમુખ હતા ત્યારે પણ વેરો વધાર્યો નહોતો તો પણ બધા કર્મચારીના નિયમિત પગાર થઈ જતા હતા. આ ઉપરાંત હાલમાં નગરપાલિકામાં ખોટી રીતે રોજમદાર તરીકે સગા સંબંધીઓના લોકો ને નોકરીમાં રાખીને નગરપાલિકાને પણ આર્થિક નુકસાન કરે છે
જયારે પહેલા સ્ટ્રીટ લાઈટ વેરો જીરો હતો હવે ૫૦ કરેલ છે ભૂગર્ભ ગટર નો વેરો પણ જીરો હતો જે વધારીને ૨૫૦ કરવામાં આવ્યો પાણી રહેણાંક વેરો પહેલા ૬૦૦ હતો હવે ૯૦૦ કરેલ પાણી બિન રહેણાંક વેરો ૧૩૦૦ હતો જે વધારીને ૧૭૦૦ કરેલ સફાઈ રહેણાંક વેરો ૧૫ હતો હવે ૧૦૦ કરેલ સફાઈ બિન રહેણાંક વેરો ૨૫ હતો ૧૦૦ કરેલ છે આમ ટોટલ રહેણાંક નો ૭૫૦ વધારેલ તેમજ બિન રહેણાંક નો ૮૫૦ વધારેલ છે
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિનેશ હડીયલ દ્વારા અનેક રજૂઆતો કરવા છતાં બગસરા પાલિકાના વહીવટદારો દ્વારા પ્રજા ઉપર અસહ્ય વેરો વધારો કરતો ઠરાવ પસાર કરેલ જે પ્રજાને કમરતોડી નાખતો વધારો હોઈ જેના અનુસંધાને આ આંદોલન કરવાની ફરજ પડી છે જો એક દિવસના બંધને જોઈ કોઈ વહીવટદારો દ્વારા વેરો વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો આવતા આગામી દિવસોમાં શહેર ના રહીશો દ્વારા ગાંધીજી ચિંધ્યા માર્ગે આગળનું આંદોલન કરવામાં બંધનું એલાન કરવામાં આવેલ છે.
પ્રતિષ્ઠિત નાગરિક રહીશ રાજુભાઈ બામટા દ્વારા કહેવામાં આવેલ છે કે વેરો વધારવો એ જરૂરી છે પણ જે વેરો વધારો છો તેના પ્રમાણમાં કામ કર્તા નથી ઠેર ઠેર ગટરો ઉભરાય છે ઠેર ઠેર ગંદકી ના ગંજ જોવા મળે છે. સફાઈ થતી નથી પહેલા શહેરની ગટરો સફાઈ કરાવો ગંદકી દૂર કરાવો પછી વેરો વધારવાની વાત કરો જયારે ફક્ત બંધ પાળવાથી વેપારીઓને નુકશાન થાય એના કરતા પાલિકાના સતાધીશોને સમજણનું જ્ઞાન હોવું જરૂરી છે.
(10:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
