News of Tuesday, 31st December 2024
ગાંધીધામ પાસે ટ્રકમાં પથ્થરોની આડમાં છૂપાવેલો ૩૦ લાખનો દારૂ ઝડપાયો

ભુજ તા.૩૧: ગાંધીધામ નેશનલ હાઇવે મચ્છુનગર પુલ નજીક આવેલ ભવાની ર્પાકિંગમાંથી રાજસ્થાન ર્પાસિંગની ટ્રકની અંદર ભરેલ લંબાઇવાળા પથ્થરોની આડસમાં બનાવેલ ખાનામાં સંગ્રહ કરી રાખેલ વિદેશી દારૂની પેટીઓ સાથે ટ્રક ડ્રાઈવ૨ને પકડી પાડી તેના તથા પ્રોહી મુદામાલ મોકલનાર વિરૂધ્ધ પ્રોહીબીશનની કલમો તળે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી પ્રકાશ લાધુરામ બિશ્નોઇ ઉ.વ.૨૪ ૨હે- વાડાન્યા તા-બાગુડા જી-ઝાલોર રાજસ્થાન છે તથા કાલુ ઉર્ફે રવિ જાટ રહે- હિન્સાર હરીયાણા ફરાર છે.
જેમાં (૧) મેક ડોવેલ્સ નંબ૨-૧ વ્હિસ્કી ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ- ૧૬૧૯ કિ.રૂ ૯,૦૯,૮૭૮/- (૨) રોયલ સ્ટેગ વ્હિસ્કી ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ- ૧૨૦૦ કિ.રૂ. ૮,૦૭,૬૦૦/- (૩) રોયલ ચેલેન્જ વ્હિસ્કી ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૮૪૦ કિ.રૂ. ૫,૭૬,૨૪૦/- (૪) બ્લેક લેસ રમ ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૧૦૭૯ કિ.રૂ.૩,૭૭,૬૫૦/- (૫) બ્લેક જેગુઆર ૨મ ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૩૯૬ કિ.રૂ. ૧,૩૮,૬૦૦/- (૬) બ્લેન્ડર પ્રાઇડ વ્હિસ્કી ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૮૪ કિ.રૂ. ૮૨,૨૩૬/- (૭) ઓલ સિઝન વ્હોકી ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૨૪ કિ.રૂ. ૧૭,૭૩૬/- (૮) હેવર્ડસ ૫૦૦૦ બીચર ૫૦૦ એમ.એલ.ના ટીન નંગ-૭૦૨ કિ.રૂ.૮૬,૩૪૬/- મળી રૂા.૩૦ લાખનો દારૂ અને (૯) ટ્રક ૨જી નંબર-આરજે-૦૪-જીબી-૯૦૧૧ કિ.રૂ.૧૫,૦૦,૦૦૦/- (૧૦) મોબાઈલ ફોન નંગ-૧ કિ.રૂ. ૫,૦૦૦/- (કુલ મુદામાલ કિ.રૂ. ૪૫,૦૧,૨૮૬/-) કબ્જે કરેલ છે.
ઉપરોક્ત કામગીરી ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર એસ.વી.ગોજીયા તથા પો.સબ ઇન્સ. એલ.એન.વાઢીયા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામા આવેલ છે.(
(10:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
