News of Tuesday, 31st December 2024
કોઇપણ સ્થિતિમાં જુઠુ બોલો નહિ હંમેશા સત્ય ઊપર જ આગળ વધો
કેશોદ બ્રહ્માકુમારી વિશ્વ વિદ્યાલયનો ૪૧ માં સ્થાપના દિનની શાનદાર ઉજવણી

બ્રહ્માકુમારી વિશ્વ વિદ્યાલય માઉન્ટ આબુની સ્થાનિક શાખાના ૪૧ માં સ્થાપ્નાદિન નિમિતે જણાવાયુ હતુ કે જીવનમાં સુખી થવુ હોય તો કોઇપણ સ્થિતિમાં કયારેય જુઠુ બોલશો નહિ. હંમેશા સત્યનો માર્ગ ઉપર જ આગળ વધો.
આ શાનદાર કાર્યક્રમમાં ખાસ હાજરી આપવા આવેલા ગાંધીનગર કેન્દ્રના સંચાલિકા અમરબહેને ઉપરોકત વાત કરતા વિશેષમાં ઉમેરેલુ કે, જુઠુ બોલવાથી આપણને બધી રીતે ભારે નુકશાન થાય છે. માનસિક રીતે સામાજીક રીતે અને મિત્ર સર્કલમાં બધી જગ્યાએ આ નુકશાન જાય છે. ખોટુ બોલીએ ત્યારે થોડો સમય આપણને આનંદ અને સંતોષ મળે છે પરંતુ થોડા સમય માટે મળતો આ આનંદ અને સંતોષ પાછળથી અનેક ગણુ નુકશાન આપણને દરેક રીતે આપી જાય છે. અને આ નુકશાન આપણા માટે અસહય હોય છે. માટે જીવનમાં સુખી થવું હોય તો કયારેય જુઠુ બોલવું નહિ. સત્યની સાથે જ આગળ વધો આ પધ્ધતિથી આગળ વધશો તો જીવન જીવવાની મજા જ કોઇ ઓર હશે.
કેશોદ કેન્દ્રના સ્થાપ્ના દિને સાથો સાથ ૩૧ ડિસેમ્બરની પણ ઉજવણી કરવામાં આવી હતી આ દિન નિમિતે હાજર રહેલા તમામ ફોલોઅર્સ લાલ ટોપી ઓઢી હતી અને અલગ અલગ કાર્યક્રમ રજુ કરવામાં આવ્યા હતા.
કેશોદ કેન્દ્રના ૪૧ માં સ્થાપના દિન નિમિતે કેન્દ્રના સ્થાનિક સંચાલિકા બ્ર.કુ. રૂપાબહેને સંસ્થાની પ્રવૃત્તિની વિવિધ માહિતી આપી હતી.
આ કાર્યક્રમમાં સ્થાનિક કેશોદ ઉપરાંત માંગરોળ, માળિયા-હાટીના ભંડોરી બાલાગામ, જુથળ વિગેરે સબ સેન્ટરોના ભાઇ-બહેનો સહિત વિવિધ ક્ષેત્રના આગેવાનો હાજર રહયા હતા.
(11:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
