News of Tuesday, 31st December 2024
શિક્ષણની સાથે નવી ટેકનોલોજીથી સજ્જ થવુ પડશેઃ સ્વામી ધર્મબંધુજી
પ્રાંસલામાં વૈદિક મિશન ટ્રસ્ટ આયોજીત ૨૫મી રાષ્ટ્રકથા શિબીરનો આજે ચોથો દિવસ

(દિનેશ પરમાર દ્વારા) પ્રાંસલા તા.૩૧: સ્વામી ધર્મબંધુજીએ આજે તેમના પ્રેરક વકતવ્યમાં શિબીરાર્થીઓને તેમની સામેના ભાવિ પડકારો અને તેને પહોંચી વળવા માટે સક્ષમ નેતળત્વ શક્તિ કેળવવા વિશે માર્ગદર્શન આપ્યું હતુ. તેમણે જણાવેલ કે, ભાવિ પેઢીએ મુખ્યત્વે દસ પ્રકારના પડકારોનો સામનો કરવો પડશે જેમાં વસ્તીમાં વળધ્ધિ, ઘટતા જતા શુધ્ધ પીવાલાયક પાણીના સોત, ખાદ્ય પદાર્થોની તંગી, આરોગ્યની સમસ્યા, પ્રાકળતિક સંપદાઓ જેવા કે, ખનીજ પદાર્થોનું શોષણ, વિજળીની તંગી, રાજકીય-આર્થિક-સામાજિક અસ્થિરતા અને પર્યાવરણ જેવા પરંપરાગત પડકારોની યાદીમાં નવા જમાનાનો પડકાર છે આર્ટિફિસીયલ ઇન્ટેલીજેન્સી સહિતની ટેકનોલોજીનો દુરપયોગ.
સ્વામીજીએ તેમના દીર્ઘ પ્રવચનમાં આ તમામ પડકારો વિશે આંકડાકીય માહિતી સાથે વિસ્તારથી સમજાવતા કહ્યું હતું કે, એક સમયે કૈલાસ માનસરોવરથી કોલંબો અને આરાકાન્ત (મ્યાન્માર)થી ખુરાસાન (ઈરાન) સુધીની વિરાટ ભુભોગળ ધરાવતા આપણા દેશની વસ્તી ૧૬મી સદી સુધી ૧૬ કરોડ હતી જે આઝાદી વેળા ૩૪કરોડની હતી. આઝાદી પછીના ૭૫ વર્ષોમાં આપની આબાદી ૧૪૦ કરોડ એ પહોંચેલ વસ્તીથી રાષ્ટ્રને ખોરાક-પાણી- આવાસ-શિક્ષણ-રોજગારીને પહોંચે વળવાનો પડકાર છે, આવી જ રીતે વિશ્વમાં ૩૩૦ મિલીયન કયુબીક પાણીમાંથી ૧ ટકો જ પીવાલાયક પાણી છે અને તે પણ પ્રદુષિત થઈ રહ્યુ છે.
વધુમાં તેમણે સ્વામીજીએ જણાવેલ કે આજે આરબના દેશો જેટલું ખનીજ ઓઈલ નિકાસ કરીને કમાઈ છે તેનાથી અધિક ભારત ટેકનોલોજીની નિકાસથી કમાઈ રહ્યું છે. પરંતુ આજે જે કક્ષાએ આર્ટીફીસીયલ ઇન્ટેલીજેન્સી સહિતની ટેકનોલોજીનો વિકાસ થઈ રહ્યો છે તે જોતા આવનાર સમયમાં જાતિ, ધર્મના ભેદભાવના સ્થાને એ.આઈ. સજિત અને નોન એ.આઈ. સજ્જિત એવા ભેદભાવ અસ્તિત્વમાં આવશે એવી અંદેશો વ્યકત કરી શિક્ષણની સાથે નવી ટેકનોલોજીથી સજ્જ થવાની અનિવાર્યતા જણાવી હતી.
સ્વામીજીએ શિબિરાર્થીઓને આરોગ્ય જાળવણી માટે યોગ્ય આહાર, નિયમિત કસરત કરવી, પુરતી ઘેરી ઉંઘ અને તણાવમુકત રહેવાને જીવન શૈલીમાં સ્થાન આપવા વિસ્તારથી સમજાવ્યું હતું. વડાપ્રધાનની આર્થિક સલાહકાર સમિતીના સભ્ય, અર્થશાષાી સુશ્રી ડો. શમિકા રાવએ ભારત દેશની આર્થિક સ્થિતીમાં છેલ્લા દાયકામાં આવેલ પરિવર્તનો વિશે તેમજ ભારત દેશને વિકસિત બનાવવાની દિશામાં ભારત સરકાર દ્વારા આત્મનિર્ભર ભારત, મેઇક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટ અપ વિશે પીપીટીથી આંકડાકીય માહિતી આપતા જણાવેલ કે, જયારે કોરોના સમયમાં વિશ્વના દેશોને મંદીનું ગ્રહન લાગ્યું હતું, ત્યારે ભારતની ધીમી પરંતુ મક્કમ ગતિથી પ્રગતિ જળવાઈ રહી હતી. ગરીબીનો દર નીચે લાવવામાં સફળતા મળી છે.
સુશ્રી શમિકા રાવ એ જણાવેલ કે, હવેનો યુગ છે ફાઇનાન્સીયલ લીટરેસી મેળવવાનો અને આ દિશામાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા સતત પ્રયાસ કરી રહેલ છે. ત્યારે શિબિરારર્થીઓને પણ તેનાથી જ્ઞાત થઇને તમારી આજુબાજુ લોકોને પન જાણકારી આપી ફોડથી બચાવવા અને આર્થિક સજજતા કેળવવામાં યોગદાન આપવા અપીલ કરી હતી. આ તબક્કે તેમણે લોકોને લોભ, લાલચથી પોન્જી સ્કીમ કે ચીટ ફંડમાં તમારી મરણ મૂડી સ્વાહાના થઇ જાય તે જોવા અનુરોધ કર્યો હતો. ઉત્તર-પૂર્વ પ્રદેશમાં રોજગારના અવસર વધારવા સરકાર દ્વારા તુરિઝમ, ઇન્ફાસ્ટ્રકચર વિગેરે માટે થતાં પ્રયાસોની માહિતી આપી હતી.
મણીપુરના મુખ્યમંત્રીશ્રીએ ૧૦૦ શિબીરાર્થીઓને એરોપ્લેનથી સાથે લાવનાર શિક્ષણાધીકારી મોહિન્દ્રજીએ મણીપુરને ભારતનું સ્વીઝર્લેન્ડ લેખાવતા મણીપુરના કળા-સાહિત્ય ઉપરાંત સામાજિક- ભૌગોલિક પળષ્ઠભૂમિનો પરિચય આપ્યો હતો. બેંગ્લોરથી આવેલ અર્થશાષાી સુશ્રી શ્રુતીજી, આરએએફના મેજર તિવારીતી, ઇસરોના વિજ્ઞાની વિવેક પાંડે એ પ્રાસંગિક ઉદબોધન કર્યા હતા. ગઇકાલે રાત્રીના વિવિધ રાજયોના શિબિરાર્થીઓએ તેમના રાજયની કલા-સંસ્કળતિ રજુ કરતાં ગીત-નળત્યુ રજુ કર્યા હતા. અહીંયા શિબીર સ્થળે બીએસએફ, આરએએફ, નેવી, ભારતીય તટ રક્ષક દળ, સીઆરપીએફ, ઇસરો, ડીઆરડીઓ, એનડીઆરએફ વિગેરેના વિશાળ માહિતીપ્રદ પ્રદર્શનો સ્ટોલ લગાવવામાં આવ્યા છે. બે પ્રકારની વિશાળ તોપ સહિતના અદ્યતન શષાો પણ પ્રદર્શનમાં રાખવામાં આવેલ છે.
આજે નેવીના ચીફ ઓફ સ્ટાફ એડમીરલ ડી.કે. ત્રિપાઠી, વડાપ્રધાનની આર્થિક સલાહકાર સમિતીના સભ્ય ડો. અજયકુમાર સુદ, કર્ણાટક હાઇકોર્ટ ના જસ્ટીસ ક્રિષ્ના ભટ્ટ, કેરાલા હાઇકોર્ટના જસ્ટીસ એ.એમ. મોહમ્મદ મુસ્તાક સહિતના પ્રવચન આપશે.
(11:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
