<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st December 2024

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ઠંડીમાં સામાન્‍ય ઘટાડોઃ નલીયા ૬, ભુજમાં ૧૦.ર ડીગ્રી

રાજકોટ તા. ૩૧ :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં આજે સવારથી ઠંડીમાં સામાન્‍ય ઘટાડો નોંધાયો છે. આજે લઘુતમ તાપમાનનો પારો થોડો ઉંચે આવતા ઠંડીમાં સામાન્‍ય રાહત મળી છે.

આજે કચ્‍છના નલીયામાં ૬ ડીગ્રી, ભુજમાં ૧૦.ર, રાજકોટમાં ૧૧.૪ ડીગ્રી, લઘુતમ તાપમાન નોંધાયું છે.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : ભાવનગર શહેરમાં આજે લઘુતમ તાપમાન ૧પ.૪ ડીગ્રી નોંધાયું હતું. જયારે મહત્તમ તાપમાન ર૭.૭ ડીગ્રી રહેવા પામ્‍યું હતું. જયારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ, ૬પ ટકા રહ્યું હતું અને પવનની ઝડપ ૧૦ કિ. મી. પ્રતિ કલાકની રહી હતી.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્‍દ્ર તરફથી મળેલ તાપમાન ના આંકડા જોઇએ તો લઘુતમ તાપમાન ૧૪,  મહત્તમ તાપમાન રપ.૬, ભેજનું પ્રમાણ ૬૪ ટકા, પવનની ગતિ ૬.પ કિ. મી. રહી હતી. (પ-૧૦)

કયાં કેટલી ઠંડી

શહેર                    લઘુતમ તાપમાન

અમદાવાદ ૧૪.પ ડીગ્રી

અમરેલી    ૧૪.૦ ડીગ્રી

બરોડા             ૧પ.૮ ડીગ્રી

ભાવનગર  ૧પ.૪ ડીગ્રી

ભુજ        ૧૦.ર ડીગ્રી

દમણ              ર૦.ર ડીગ્રી

ડીસા               ૧૦.૬ ડીગ્રી

દીવ        ૧પ.૪ ડીગ્રી

દ્વારકા              ૧૬.૩ ડીગ્રી

ગાંધીનગર ૧૧.પ ડીગ્રી

જામનગર  ૧૪.૦ ડીગ્રી

કંડલા              ૧૩.૦ ડીગ્રી

નલિયા             ૬.૦ ડીગ્રી

ઓખા              ૧૯.૦ ડીગ્રી

પોરબંદર   ૧૩.ર ડીગ્રી

રાજકોટ     ૧૧.૪ ડીગ્રી

સુરત              ૧૭.૮ ડીગ્રી

વેરાવળ       ૧૮.૦ ડીગ્રી

(11:20 AM IST)