<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st December 2024

મુકેશ અંબાણી જામનગરમાં એઆઈ સેક્ટરનો મોટો પ્રોજેક્ટ સ્થાપશે

મુકેશ અંબાણીએ કહ્યું કે, રિલાયન્સ ગ્રુપ નજીકના ભવિષ્યમાં સૌર ઉર્જા ક્ષેત્રમાં પણ પગલું પડશે

 જામનગર: રિલાયન્સ ગ્રુપ જામનગરમાં એઆઈ (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) ના ક્ષેત્રમાં એક મોટો પ્રોજેક્ટ સ્થાપિત કરશે, જેનાથી જામનગર વિશ્વમાં ખ્યાતિ પામશે. જેની જાહેરાત રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણીએ જામનગરમાં રિલાયન્સ ગ્રીન્સમાં ૨૫ હજાર કર્મચારીઓને સંબોધિત કરતા કરી છે. તેઓએ કહ્યું કે, રિલાયન્સ ગ્રુપ નજીકના ભવિષ્યમાં સૌર ઉર્જા ક્ષેત્રમાં પણ પગલું પડશે. અનંત અંબાણીએ કહ્યું કે, જામનગર મારા માટે સ્વર્ગ છે. મારા દાદાની સ્વપ્ન ભૂમિ છે. તેમની જન્મ ભૂમિ છે. મારા પિતાની કર્મ ભૂમિ છે અને મારા માટે સેવા ભૂમિ છે.

(11:35 AM IST)