News of Tuesday, 31st December 2024
વિછીયાના થોરીયાળીમાં મકાન પડાવવાની અરજી કર્યાનો ખાર રાખી ઘનશ્યામભાઇ રાજપરાની હત્યાઃ કોળી સમાજે બંધ પાળ્યો : જુઓ વિડિઓ
૨૯મીએ આઇસર રીપેર કરાવવા જતાં હતાં ત્યારે બોટાદ રોડ પર હુમલો થયો હતોઃ રાજકોટમાં સારવાર દરમિયાન મોત થતાં પરિવારમાં અરેરાટી : વિછીયા પોલીસે વાંગધ્રાના શેખા સાંબડ અને ત્રણ અજાણ્યાએ કુહાડી-લાકડીના ઘા ઝીંક્યા હતાં: ચારેય સામે ગુનો નોંધ્યોઃ લેન્ડગ્રેબીંગ મામલે પણ મૃતક અવાર-નવાર ફરિયાદ કરતાં હોવાનુ પરિવારજનોનું કથનઃ પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી

તસ્વીરમાં યુવકની હત્યાના વિરોધ વિંછીયા સજ્જડ બંધ રહ્યુ છે. તે નજરે પડે છે. (તસ્વીર : પિન્ટુ શાહ-વિંછીયા)
(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ તા. ૩૧ : વિછીયા તાલુકાના થોરીયાળી ગામના કોળી યુવાનન ની હત્યા થતા ચકચાર જાગી છે.
આ અંગેની વિગતો મુજબ વિછીયા તાલુકાના થોરીયાળી ગામના ઘનશ્યામભાઈ શિવાભાઈ રાજપરા ઉંમર ૪૮ નામનો કોળી યુવાન આઇસર રીપેર કરાવી રહ્યો હતો ત્યારે અચાનક કેટલાક શખ્સો દોડી આવ્યા હતા અને તેની ઉપર કુહાડી ને લાકડીના ઘા જીકીને હુમલો કર્યો હતો. આ બનાવને પગલે કોઈ યુવાન ઘનશ્યામભાઈ લોહી લુહાણ થઈ જતા ઢળી પડ્યો હતો અને તેને તાત્કાલિક ઙ્કાથમિક સારવાર વિચિયા હોસ્પિટલ આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ રિફર કરવામાં આવ્યો હતો. જોકે ત્યાં તેનું મળત્યુ થતા બનાવ્યો હતો. શેખાભાઈ ગભરૂભાઈ સાંભડ સહિતના કુલ સાત આરોપીઓએ એકસંપ થઈ હત્યાનું કાવતરું ઘડીને હુમલો કર્યો હોવાનું પોલીસની ઙ્કાથમિક તપાસમાં ખુલ્યું છે. મળત્યુ પામનાર કોળી યુવાને વિછીયામાં લેન્ડ ગ્રેબિંગ ની ફરિયાદ કરી હતી તેનો ખાર રાખીને તેની ઉપર હુમલો થયો હોવાની ચર્ચા છે.
વિછીયા પંથકના ઘનશ્યામભાઈ રાજપરા નામના કોળી યુવાનની હત્યા થતા તટસ્થ તપાસની માગણી સાથે વિછીયા બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેને પગલે વિંછીયા સજ્જડ બંધ રહ્યું છે.
વિછીયા પંથકના ઘનશ્યામભાઈ શીવાભાઈ રાજપરા નામના કોળી યુવાનની કેટલાક શખ્સોએ ગેરકાયદેસર મંડળી રહી હતી અને એક સંપ થઈને કુહાડી વડે હુમલો કરી હત્યા કરી હતી જેને પગલે કોળી સમાજના વિવિધ અગ્રણીઓ વિંછીયાના પૂર્વ સરપંચ મનુભાઈ રાજપરા તથા અગ્રણી મુકેશભાઈ રાજપરા દ્વારા તમામ આરોપીઓને તાત્કાલિક ધરપકડ કરીને આકરી સજા કરવાની તથા તટસ્થ તપાસની માગણી સાથે વિછીયા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેને પગલે આજે વહેલી સવારથી જ વિંછીયાની બજારો સજ્જડ બંધ રહી હતી. બપોરે રેલી કાઢીને વીછીયા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ રેલી આવેદન ના કાર્યક્રમમાં પણ કોળી સમાજ સહિતના વિવિધ સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને વિછીયા પંથકમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ નિયંત્રણમાં લેવા માગણી કરી હતી.
ઉપરાંત હત્યાનો ભોગ બનનાર ઘનશ્યામભાઇ રાજપરા ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં હતાં અને સાથે ખેતી પણ કરતાં હતાં. તે બે ભાઇ અને બે બહેનમાં મોટા હતાં. સંતાનમાં ચાર પુત્રી અને એક પુત્ર છે. હુમલો થયા બાદ તેમને સારવાર માટે રાજકોટ ખસેડાયેલ. અહિ મૃત્યુ થતાં બનાવ હત્યામાં પલ્ટાયો હતો.
(11:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
