News of Tuesday, 31st December 2024
હોડીમાં દમણથી ચોરવાડ લઇ અવાતો સવા પાંચ લાખનો દારૂ ઝડપાયો
૩૧મી પૂર્વે જ દારૂ ઘુસાડવાનો કિમીયો નાકામ કરતી સોમનાથ એલ.સી.બી.: બે હોડીઓ સાથે મુળ દ્વારકાના બે શખ્સોની ધરપકડ

(દિપક કકકડ દ્વારા) વેરાવળ ૩૧ :.. ડીસેમ્બર પૂર્વે હોડી મારફતે દરીયાઇ માર્ગે દમણથી આવતો અને ચોરવાડ તરફ જતો દારૂનો જંગી જથ્થો પકડી પાડી દારૂ ઘુસાડવાનો કીમીયો નાકામ કરી પ્રોહીનો ગણનાપાત્ર કેસ એલ.સી.બી., ગીર સોમનાથએ શોધી કાઢયો છે. જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાજડીયા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન જાડેજાએ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે જુગાર/પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવળતિ નેસ્તનાબુદ કરવા સુચના કરેલ હોય.
જે અનુસંધાને એલ.સી.બી.ના ઇ.ચા.પો.ઇન્સ. એ.બી.જાડેજા ના માર્ગદર્શન મુજબ ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એ.એસ.આઇ. શૈલેષભાઇ ડોડીયા તથા પો.હેડ કોન્સ લલીતભાઇ ચુડાસમા નાઓને મળેલ બાતમી આધારે સોમનાથ મરીન પો.સ્ટે. દરીયાઇ વિસ્તારમાં હોડીમાં પ્રોહી અંગે રેઇડ કરી કાર્યવાહી કરવામાં આવેલ છે.
જે આરોપીઓમાં (૧) આરીફ ગફુરભાઇ ભેંસલીયા મચ્છીયારા, રહે. મુળદ્વારકા (૨) ઇદરીશ અલ્લારખાં મુલ્તાની, પઠાણ, રહે. મુળદ્રારકા, પકડાયા છે. જયારે (૩) ગફુર ઉર્ફે બેરલો જુશબ ભેંસલીયા રહે.મુળ દ્રારકા (૪) ક્રિશ ઉર્ફે કારીયો બાલુભાઇ કામળીયા રહે. કોડીનાર (૫) નિતેશ દાનાભાઇ ભાલીયા રહે. કોડીનાર (પકડવાનો બાકી ) (૬) મોસીન ઉર્ફે તાવડે મન્સુરી રહે.કોડીનાર (પકડવાનો બાકી ) (૭) દમણના અજાણ્યા છ માણસો (પકડવાના બાકી )
કબ્જે કરેલ મુદામાલમાં (૧) ઓલ્ડ મંક ડીલક્ષ XXX રમની પેટીઓ નંગ-૩૫ જેમાં ૧૮૦ એમ.એલ.ની કુલ બોટલો નંગ-૧૬૩૨ કી.રૂા.૧,૬૩,૨૦૦/- (૨) ઓલ સીઝન્સ ગોલ્ડન કલેકશન રિઝર્વ વ્હીસ્કીની પેટીઓ નંગ-૫૦ જેમાં ૧૮૦ એમ.એલ.ની બોટલો નંગ-૨૪૦૦ કુલ કી.રૂા.૨,૪૦,૦૦૦/- (૩) ક્રિમ્પીઝ સ્પેશ્યલ વ્હીસ્કીની પેટીઓ નંગ-૨૮ જેમાં ૧૮૦ એમ.એલ.ની બોટલો નંગ-૧૩૪૪ કુલ કી.રૂ.૬૭,૨૦૦/- (૪) બડવાયઝર મેગ્નમ બિયરની પેટીઓ નંગ- ૧૯ જેમાં ૫૦૦ એમ.એલ.ના કુલ ટીન નંગ-૪૫૬ ની કુલ કી.રૂ.૪૬,૬૦૦/- (૫) YAMAHA Endurં ૯.૯ તથા એન્જીન YAMAHA Enduro ૮.૮ લખેલ જે હોડીની બન્ને એન્જીનો સાથે હોડી ની કિં.રૂા.૭,૦૦,૦૦૦/- (૬) મોબાઇલ નંગ - ૦૩ જેની કી.રૂ.૧૨૦૦૦/-
કુલ મુદામાલ કી.રૂ.૧૨,૨૯,૦૦૦/- કબ્જે કરાયો છે. આ કામગીરી
એલ.સી.બી. ઇ.ચા.પો.ઇન્સ. એ.બી.જાડેજા, એ.એસ.આઇ. શૈલેષભાઇ ડોડીયા, નરવણસિંહ ગોહિલ, ગોવિંદભાઇ વંશ, રામદેવસિંહ જાડેજા, અજીતસિંહ પરમાર, ભુપેન્દ્રસિંહ ચાવડા તથા પો.હેડ કોન્સ. લલિતભાઇ ચુડાસમાં, નટુભા બસીયા તથા મીસીંગ પર્સન સ્કોડના એ.એસ.આઇ. ઙ્કતિપાલસિંહ કાગડા તથા નરેન્દ્રભાઇ પટાટ, ડ્રા.એ.એસ.આઇ. નારણભાઇ ચાવડા તથા ડ્રા.પો.હેડ કોન્સ. કનુભાઇ ચુડાસમા તથા એસ.ઓ.જી.ના પો.હેડ કોન્સ. ગોપાલસિંહ મોરી તથા પો.કોન્સ મેહુલસિંહ પરમારએ કરી હતી.
(11:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
