<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st December 2024

મોરબીના ખારચીયામાં પહેલા માળેથી પટકાતાં ત્રણ વર્ષની રિતીકાનું મોત

સારવાર દરમિયાન રાજકોટમાં મૃત્‍યુઃ મુળ એમપીના દંપતિએ દિકરી ગુમાવતાં ગમગીની

રાજકોટ તા. ૩૧: મોરબીના ખારચીયા ગામે એવન સિરામીક પાસે રહેતાં અને કારખાનામાં મજૂરી કરતાં મધ્‍યપ્રદેશના દંપતિની ત્રણ વર્ષની દિકરી કારખાનાના કર્મચારીઓના રહેણાકમાં પહેલા માળેથી પડી જતાં મોત થયું છે.

જાણવા મળ્‍યા મુજબ ખારચીયા ગામેુ રહેતાં અંકેશ રાવતની દિકરી રીતીકા (ઉ.વ.૩) ૨૮મીએ સવારે રમતી હતી ત્‍યારે પહેલા માળેથી પડી જતાં ગંભીર ઇજા થતાં મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાઇ હતી. અહિ આજે સવારે મૃત્‍યુ થતાં મજુર પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મૃતક રિતીકા એક ભાઇથી નાની હતી. તેના પિતા કારખાનામાં નોકરી કરે છે. મુળ એમપીનો પરિવાર કેટલાક સમયથી ખારચીયા રહે છે. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, તોૈફિકભાઇ જુણાચે મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી.

(11:56 AM IST)