<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st December 2024

રોગમુકત સમાજ રચના માટે ગાય ઉપયોગી, બગસરા પ્રેરણાદાયી બનવા સક્ષમઃ કથીરિયા

આદર્શ ગૌમાતાધામ નિર્માણમાં સહયોગી બનવા અપીલ : ભાગવત કથા પ્રસંગે કામધેનુ આયોગના પૂર્વ અધ્‍યક્ષનું ઉદ્દબોધન

બગસરામાં ભાગવત કથા પ્રસંગે પૂર્વ કેન્‍દ્રીય મંત્રી ડો. વલ્લભભાઇ કથીરિયાએ શ્રી વિવેક સ્‍વરૂપ સ્‍વામીના આશીર્વાદ મેળવેલ અને ગાયનો મહિમા વર્ણવતું વ્‍યાખ્‍યાન આપેલ તે પ્રસંગની તસ્‍વીર.

રાજકોટ તા. ૩૧: શાશ્વત ગ્રામીણ વિકાસ અને ગૌ સેવા તરફ આગેકૂચ કરવા, રાષ્‍ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્‍યક્ષ અને ભારત સરકારના પૂર્વ મંત્રી, ગ્‍લોબલ કન્‍ફેડરેશન ઓફ કાઉ-બેઝ્‍ડ ઇન્‍સ્‍ટિટયુશન્‍સ (GCCI)ના સ્‍થાપક ડો. વલ્લભભાઈ કથીરિયાએ ગૌ પાલક, ગૌ ઉદ્યોગ સાહસિકો, સજીવ / પ્રાકળતિક / ગૌ આધારિત ખેતી કરતાં ખેડૂતો સાથે સીમાચિホરૂપ બેઠક અમરેલી જીલ્લાના બગસરા ખાતે કરી. બેઠકનો ઉદ્દેશ્‍ય રોજિંદા જીવનમાં પંચગવ્‍ય અને ગાય આધારિત ઉત્‍પાદનોના ફાયદા પર ભાર મૂકતા બગસરાને રખડતા ઢોર-મુક્‍ત મોડેલ તાલુકામાં પરિવર્તિત કરવાનો હતો.

બગસરામાં શ્રી વિવેક સ્‍વરૂપ સ્‍વામી દ્વારા સમાજને નિરોગી કરવા, ધરતી માતાને ઝેર મુક્‍ત કરવા, સજીવ ખેતીને પ્રોત્‍સાહિત કરવા અને ગૌમાતાના સર્વાંગીણ મહત્‍વને સમજવાના પ્રયાસ રૂપે ‘‘શ્રીમદ ભાગવત કથા પારાયણ''નું આયોજન કર્યું છે. આ કથાના માધ્‍યમથી સમાજના ગૌ, કળષિ, પર્યાવરણ અને વ્‍યસનમુક્‍ત નિરોગી સમાજ જેવા વિષયોને સ્‍પર્શી વિવિધ વક્‍તાઓના પ્રવચન યોજવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે પૂજ્‍ય સ્‍વામીજીના માર્ગદર્શન હેઠળ ડો.વલ્લભભાઈ કથીરિયાએ ભાગવત કથામાં ઉપસ્‍થિત શ્રોતાઓને ગૌ મહાત્‍મ્‍ય દ્વારા રખડતા ગૌવંશની સમસ્‍યા દૂર કરી, ગૌ ઉત્‍પાદનો દ્વારા એક સ્‍વાવલંબી ‘‘આદર્શ ગૌમાતા ધામ''નું નિર્માણ કરવા હાકલ કરી હતી.

ડો. કથીરિયાએ વિશેષમાં જણાવ્‍યું હતું કે ‘‘બગસરા'' રાષ્‍ટ્ર માટે રોલ મોડલ બનવાની ક્ષમતા ધરાવે છે.  વિવેક સ્‍વરૂપ સ્‍વામીના આશીર્વાદ સાથે રખડતા ઢોરોના મુદ્દાને ઉકેલીને, આપણે કળષિ ઉત્‍પાદકતા વધારી શકીશું, જાહેર સલામતી સુનિヘતિ કરી શકીશું, ગાયોના આરોગ્‍ય અને કલ્‍યાણમાં સુધારો કરી શકીશું અને નીરોગી રોગમુક્‍ત સમાજની રચના સ્‍થાપી શકીશું. 

ડો.કથીરિયા એ જણાવ્‍યુ કે  ગૌ સાહસિકોને પ્રોત્‍સાહિત આપવા માટે GCCI એક વૈશ્વિક સંગઠન છે. જે ઉદ્યોગસાહસિકતા, આર્થિક સંપન્નતા અને ગૌ કલ્‍યાણ જેવા અનેક વિષયો પર કામ કરે છે, GCCI એ ગૌ આધારિત ઉત્‍પાદનોના વિકાસ પર ધ્‍યાન કેન્‍દ્રિત કરે છે, જે સરકાર અને ઉત્‍પાદકો સાથે સહયોગ કરે છે અને ઉદ્યોગ માટે સ્‍થાયી વ્‍યૂહરચનાઓ માટે પ્રોત્‍સાહિત કરે છે. નાના પાયાના વ્‍યવસાયોને નાણાકીય અને માર્કેટિંગ સહાય પૂરી પાડવા. ઓર્ગેનિક ખેડૂતોને તેમના ઉત્‍પાદન માટે વ્‍યાપક બજારો સાથે જોડવા. જેવા અનેક વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી.

આ પ્રસંગે કથા પારાયણ બાદ ધારાસભ્‍ય શ્રી જે. વી. કાકડિયા,નગરપાલિકાના પ્રમુખશ્રી એ.વી.રાબડીયા, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી હસમુખભાઈ બાબરીયા, પટેલ સમાજના અગ્રણી શ્રી રમેશભાઈ સુવાગીયા, પ્રાકળતિક કળષિના ણેતા શ્રી ઙ્કવીણભાઈ આસોદરીયા, શિક્ષણવિદ શ્રી શેખવા સાહેબ, સ્‍વામી નિર્દોષાનંદ સરસ્‍વતી હોસ્‍પિટલ ટીંબીના મેનેજિંગ ટ્રસ્‍ટીશ્રી બી.એલ.રાજપરા, શ્રી કનુભાઈ ભીંગરાડીયા તેમજ સામાજીક અગ્રણી શ્રી દેવચંદભાઈ સાવલિયા, શ્રી બાબુભાઈ ગઢીયા, શ્રી કિશોરભાઇ વોરા, શ્રી મનુભાઈ મુંગલપરા અને શહેર - તાલુકાના રાજકીય-સામાજિક આગેવાનોએ ચર્ચા-વિમર્શ કરી ‘‘આદર્શ ગૌ માતા ધામ'' દ્વારા બગસરા શહેર અને તાલુકા ને ‘‘બેસહારા ગૌવંશ મુક્‍ત'' તાલુકો બનાવવા સક્રીય યોગદાન આપવા સંકલ્‍પ કર્યો હતો. આ માટે કાર્ય યોજના બનાવી શ્રી વિવેક સ્‍વરૂપ સ્‍વામીજીના માર્ગદર્શન હેઠળ કાર્ય કરવા નિર્ણય કર્યો હતો.

ડો.કથીરિયાએ ઉપસ્‍થિત તમામ હિતધારકોને આ પહેલમાં સક્રિયપણે ભાગ લેવા વિનંતી કરી. તેમણે બગસરાને આત્‍મનિર્ભર અને પર્યાવરણ-મિત્ર બનાવવા માટે જનભાગીદારી દ્વારા યુવાનો અને મહિલાઓની ભૂમિકાના મહત્‍વ પર ભાર મૂકયો હતો. તેમજ આ ઉમદા હેતુમાં GCCI સાથે જોડાવવા અને બગસરાને ગ્રામીણ ભારત માટે આશાનું કિરણ બનાવવા ના પ્રયાસમાં સહભાગી થવા આહવાન કર્યું હતું.

(12:02 PM IST)