News of Tuesday, 31st December 2024
વિંછીયાના મોટી લાખાવડ ગામે જુગાર રમતા ૩ પકડાયાઃ ૩ શખ્સો છનન
ભાડલામાં વર્લીના આંકડા લેતો હસન પઠાણ પકડાયો

રાજકોટ, તા., ૩૧: વિંછીયા પોલીસે મોટી લાખાવડ ગામે રેઇડ કરી જુગાર રમતા ૩ શખ્સોને ઝડપી લીધા હતા જયારે ૩ શખ્સો છૂ થઇ ગયા હતા.
મળતી વિગતો મુજબ મોટી લાખાવડ ગામની ઓકળા ધાર તરીકે ઓળખાતી સીમમાં કાચા રસ્તે પાળા ઉપર ખુલ્લી જગ્યામાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા વિંછીયા પોલીસે રેઇડ કરી જુગાર રમતા (૧) રમેશ ઉર્ફે વિપુલ કાનાભાઇ બાવળીયા ધંધો ખેતી રહે. મોટી લાખાવડ, (ર) છના લઘુભાઇ શેખ ધંધો ખેતી રહે. મોટા માત્રા ગામ તથા (૩) વિજય દેવાયતભાઇ બોરીચા ધંધો ડ્રાઇવીંગ રહે. વિંછીયા ઉગમણીબારીને રોકડા રૂા.૧૦૬૯૦ તથા ગંજીપતા સાથે ઝડપી લીધા હતા. આ રેઇડ દરમિયાન વિરજીભાઇ રાઘવભાઇ મકવાણા રહે. વાણીયા, રાજુભાઇ મનુભાઇ ખાચર તથા દાના જમોડ રહે. રેવાણીયા ગામ નાસી છુટતા શોધખોળ હાથ ધરાઇ છે. તેમજ ભાડલા પોલીસે બસ સ્ટેશન પાસે જાહેરમાં વર્લીના આંકડા લેતા હસન હબીબભાઇ પઠાણ રે. ભાડલા ગામ ઢોરા વિસ્તારને રોકડા રૂા.૧૭૦ તથા વર્લીના સાહીત્ય સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.
(1:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
