News of Tuesday, 31st December 2024
ગીરનાર પ્રત્યે લગાવ ધરાવતા વન્ય પ્રાણી અને સંતપ્રેમી જૂનાગઢના નિવૃત એસીએફ પ્રવિણસિંહ બાબરીયાનું અવસાન
મૂળ કેશોદ તાલુકાના રંગપુર ગામના વતની પ્રવિણસિંહે જૂનાગઢ વન વિભાગમાં આરએફઓથી લઈને એસીએફ સુધી પોતાની ફરજ નિભાવી તેના વન અધિકારી તરીકેના ફરજ કાળ દરમિયાન અનેક પરિક્રમા અને શિવરાત્રી મેળા સમયે ઉત્તમ કામગીરી કરી'તી

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૩૧ : જૂનાગઢ વન વિભાગની ગીરનાર રેન્જમાં ઉત્તમ કામગીરી કરીને નિષ્ઠા પૂર્વક ફરજ બજાવી નિવૃત થયેલ પ્રવિણસિંહ સમજુભાઈ બાબરીયા ઉ.વ.73 વર્ષીયની વયે નાદુરસ્ત તબિયતના લીધે દુઃખદ નિધન થતા પરિવાર અને તેમના નજીકના સંબંધીમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ છે.
પ્રવિણસિંહ બાબરીયા મૂળ કેશોદ તાલુકાના રંગપુર ગામના વતની અને તેઓ જૂનાગઢ વન વિભાગમાં આરએફઓથી લઈને એસીએફ સુધી પોતાની ફરજ નિભાવી તેના વન અધિકારી તરીકેના ફરજ કાળ દરમિયાન અનેક પરિક્રમા અને શિવરાત્રી મેળા સમયે ઉત્તમ કામગીરી કરી હતી તેમજ ગીરનાર પ્રત્યે અનરો લગાવ ધરાવતા હતા તેમજ વન્ય પ્રાણી સાથે વન્ય સંપદા સાથે અનેરો પ્રેમ તેમના જીવન દરમિયાન લોકોએ જોયો છે.તેની સાથે સાધુ - સંતો સાથે નજીકની મિત્રતા એવા સંતપ્રેમી તથા આધ્યાત્મિક જીવન જીવનાર પ્રવીણસિંહ બાબરિયાનું અવસાન થતા આજે તેમના નજીકના સ્નેહીઓ કહ્યું હતું કે, તેઓ મૂળ રંગપુર ગામના વતની અને મહીયા રાજપૂત સમાજમાં જન્મ લીધો તેમજ તેના જીવનમાં તેઓએ મેંદરડા પાસે આવેલ કનડા ડુંગર પર સહાદત વોહરાનર 84 વીર સપૂતોએ નવાબના કર સામે સત્યાગ્રહ પર ઉતર્યા હતા એ સમયે નવાબની ફોજ દ્વારા તેને દગાથી મોતને ઘાટ ઉતારી માથા ધડથી અલગ કરી દીધા હતા એ સમયે એક સાથે 84 વીર સપૂતોના હત્યા કાંડથી સમગ્ર રાજ્યમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા એવા વીર સપૂતોના સમાજમાં સ્વ.પ્રવીણસિંહ બાબરીયાનો જન્મ થયૉ ત્યારે આ કનડા ડુંગર પર આવેલ વીર સપૂતોના સ્મારકને ઉજાગર કરવા અને લોકો આ સહાદતને યુગો સુધી યાદ કરે તેના માટે રાજ્ય સરકાર પાસે ખુબ મેહનત કરી તેમજ માળીયા હાટીના પાસે આવેલ ધન્વતરી આશ્રમમાં આવેલ સફેદ સફદે વડના વૃક્ષ અને આયુર્વેદને સફળ રીતે દેશ દુનિયામાં ઉજાગર થયા તેવા અનેક પ્રયત્નો કરીને આજે આ દુનિયામાંથી વિદાઈ લેતા તે ખુબ દુઃખની વાત છે.
(12:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
