તા. ૨૯ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક વદ – ૧૩ શુક્રવાર
News of Tuesday, 31st December 2024
તલવાર સાથેનો વિડીયો વાયરલ કરનાર ચિખલીનો શખ્સ ઝડપાયો

વેરાવળ તા.૩૧: ગીરસોમનાથ એસ.ઓ.જી ઇન્ચાર્જ પો.ઇન્સ. એન.બી.ચૌહાણ તથા પો.સબ ઇન્સ. એન.એ.વાઘેલા નાઓના માર્ગદર્શન અનુસાર એસ.ઓ.જી. સ્ટાફના એ.એસ.આઇ. ઇબ્રાહીમશા બાનવા તથા પો.કોન્સ. રણજીતસિંહ ચાવડા એ રીતેના પોલીસ સ્ટાફ સાથે કામગીરી સબબ નવાબંદર મરીન પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા, દરમ્યાન હથિયાર સાથે સોશ્યલ મિડીયામાં વિડીયો/ફોટો અપલોડ કરેલ હોય જેને ચીખલી ગામેથી હથીયાર તલવાર સાથે પકડીપાડી આરોપી વિરૂધ્ધ નવાબંદર મરીન પોલીસ સ્ટેશનમાં જી.પી.એ.૧૩૫ મુજબ ગુન્હો રજી. કરાવેલ. આરોપીઃ જયદીપ ભીમાભાઇ સોલંકી, ઉવ.૨૧, ધંધો.ખેતી, રહે.ચીખલી ગામ તા.ઉના ને પકડી સ્ટીલના કવર વાળી તલવાર-૧ કી.રૂ.૨૦૦/ કબ્જે કરેલ છે.
(1:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
