News of Tuesday, 31st December 2024
વૈદિક શાસ્ત્રો અને ઉપનિષદો મુજબ શિક્ષણ એટલે માનવ જીવનની ત્રીજી આંખ
દરેક માનવીમાં કોઇને કોઇ ખુબીઓ છુપાયેલી છે એ ખુબીઓને શિક્ષણ દ્વારા બહાર લાવી શકાય.કોઇની સાથે સરખામણી ન કરવા નથી કેમ કે આ જગતમાં જન્મેલા દરેક માનવી કોઇને કોઇ કાર્ય માટે પૃથ્વીમાં આવ્યો છે દરેક અદ્વિતિય છે.

પોરબંદરઃ ''સમાવેશી શિક્ષણ''બૌદ્ધિક અક્ષમતા ધરાવતા બાળકોની જરૂરિયાતો અને પડકારોરૂપ છેે.
આપણા અમૂલ્ય જીવનમાં વૈદિક શાસ્ત્રો અને ઉપનિષદો અનુસાર શિક્ષણ એટલે ''માનવ જીવનની ત્રીજી આંખ બરાબર છે'' આપણા પુરાણોમાં શિક્ષણની મહત્તા દર્શાવતા કહ્યું છે કે ''કેળવણી વિનાનો માનવી પશુ સમાન છે'' માટે જ શિક્ષણને માનવ જીવનનું અવિભાજ્ય અંગ પણ માનવામાં આવ્યું છે ''મહાત્મા ગાંધીજીએ'' શિક્ષણને માનવ જીવનના સર્વાંગી વિકાસ માટે જરૂરી સાધન માન્યું હતું શિક્ષણ દ્વારા ''માનવીને સ્વનિર્ભર આત્મનિર્ભર બનાવવાનો હેતુ દર્શાવતા નૈતિક મૂલ્યો ઉપર ભાર મૂક્યો હતો'' મહર્ષિ ''સ્વામી વિવેકાનંદજી''કેળવણી વિશે પોતાના મંતવ્ય રજૂ કરતા કહ્યું હતું કે ''શિક્ષણ એ માત્ર માહિતી સંગ્રહ કરવાનું નહીં પરંતુ માનવતા ઉત્પન્ન કરવાનું સાધન ગણતા'' તેમણે જીવન પર્યંત આધ્યાત્મિકતા, જીવન કૌશલ્ય અને એક આદર્શ નાગરિત્વ ઉપર ભાર મુકેલો.
''સમાવેશી શિક્ષણ''એટલે સમાન અવકાશ અને સામાજિક ન્યાય માટેનું મહત્વનું પગલું છે જે એકી સાથે સમાન અવકાશ ધરાવતા વિદ્યાર્થીઓની વિશિષ્ટતાઓની, ખૂબીઓને પારખવાની પદ્ધતિ છે ''માનવી એક અમૂલ્ય અને અદ્વિતીય પ્રાણી છે'' હરેક માનવીમાં કોઈને કોઈ ખૂબીઓ છુપાયેલી છે એ ખુબીઓને બહાર લઈ આવવાની કોઈની કોઈની સાથે સરખામણી ન કરવાની કેમકે આ જગતમાં જન્મેલ હરેક માનવી કોઈને કોઈ કાર્ય માટે જ પૃથ્વી ઉપર આવ્યો છે માટે જ હર કોઈ અદ્વિતીય છે બાળકોને પોતાની ખામી અને ખૂબીથી પરિચિત કરવાની, તેમને જીવન જીવવાના સાચા માર્ગો બતાવવાની, મુસીબતોનો સામનો કરવાની, પડકારો સામે પહોંચી વળવાની ક્ષમતા એમનામાં વિકશે એવા અમૂલ્ય વારસો આપણે આ સમાજને આપવાનો છે. બૌદ્ધિક રીતે અક્ષમતા ધરાવતા બાળકોમાં જીવન જીવવાની પ્રેરણા જગાવાની તેમને સહાનુભૂતિ અને સહાય આપવાની તેમનામાં ક્યારેય પણ તે અન્ય બાળકોથી અલગ છે એવી ભાવના ન જગાડવી એ જરૂરી છે તેમને યોગ્ય શિક્ષણ, જીવન કૌશલ્ય અને યોગ્ય તાલીમ દ્વારા જીવન જીવવાની પ્રેરણા જગાડવી એ ખૂબ જ જરૂરી છે કે આવા બાળકોને જો માનસિક સહાય ન આપવામાં આવે તો તેમનામાં સામાજિક સ્વીકૃતિ નો અભાવ, શૈક્ષણિક સ્વીકૃતિ નો અભાવ અને આર્થિક મુશ્કેલીનો અભાવ પણ જોવા મળતો હોય છે
''વિશેષ શિક્ષણ અને તાલીમનો હેતુ એ છે કે દરેક બાળક તેના જીવનમાં શ્રેષ્ઠ રીતે પ્રગતિ કરી શકે અને સ્વતંત્રતા પ્રાપ્ત કરી શકે'' આવા બાળકોમાં અમુક વિશિષ્ટ પ્રકારની ખામીઓ પણ જોવા મળતી હોય છે કે જે તેમને અન્ય બાળકોથી અલગ પાડે છે ''ડિસલેશિયા'' વાંચવા અને શબ્દો ઓળખવામાં મુશ્કેલી ''ડીશગ્રાફિયા'' લખાણમાં સ્પષ્ટતા અને ગુણવત્તાની ખામી ''ડીસકેલ્કુલિયા'' સંખ્યાઓને સમજી ન શકવાની ખામી ''ઓડિટરી પ્રોસેસિંગ ડિસઓર્ડર''અવાજ અને ભાષા સમજવાની સમસ્યાઓ ઓળખી ન શકવાની ખામી ''વિઝયુઅલ પ્રોસેસિંગ ડિસઓર્ડર'' દ્રશ્ય માહિતી સમજવામાં મુશ્કેલી વગેરે પ્રકારની ખામીઓ હોઈ શકે છે.
અધ્યયનની અસમતા ધરાવતા બાળકોમાં તેમની જરૂરિયાતો અનુસાર શિક્ષણ પદ્ધતિ અપનાવીને જીવન જીવવાની શ્રેષ્ઠ તકોને આપી શકાય છે.
''શિક્ષણ એ ''અંતર મનની પરિપકવતા'' છે જે માનવીને પોતાની શકિતઓનો બોધ કરાવે છે.” [email protected]
ડો.મનીષા એચ. લાખાણી
સાયકોલોજીસ્ટ પોરબંદર
(1:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
