તા. ૨૩ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૩ રવિવાર
News of Tuesday, 31st December 2024
સતાધારમાં કાલે હૈયેહૈયુ દળાશઃ બીજ નિમિતે સવારે શોભાયાત્રા-ધ્વજારોહણ સહિતના અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો
૨૫૦ વર્ષ જૂની દેહાણની જૂની દેહાણની જગ્યામાં અઢારેય વરણના ભાવિક-ભક્તો ઉમટી પડે તેવી ધારણા

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર, તા.૩૧: સુપ્રસિદ્ધ યાત્રાધામ પૂ. આપાગીગાનુ સમાધી સ્થાન ‘સતાધારધામ' ખાતે આવતીકાલ તા.૧ જાન્યુઆરીને બુધવારે પોષ સુદ બીજ નિમિતે અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, સમગ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં ભાવિક-ભક્તો ઉમટી પડશે તેવી ધારણા છે. સવારે શોભાયાત્રા અને ધ્વજારોહણ સહિતનું આયોજન કરવામાં આવ્યું છે. ૨૫૦ વર્ષ જૂની દેહાણની જગ્યા અઢારે વરણના આસ્થાનું કેન્દ્ર ‘સતાધારધામ'માં તા.૧ જાન્યુઆરી-૨૦૨૫ના રોજ બીજ નિમિતે સમસ્ત સતાધાર સેવકગણ સમિતિ દ્વારા આયોજન કરાયુ છે. સેવકગણ સમિતિ દ્વારા કહેવાયું છે કે, બુધવારે બીજ નિમિતે પધારતા ભાવિક-ભક્તોને સવારે ૮ કલાકે સતાધારધામ પાસે આવેલા મેઈન ગેટપ્રવેશ દ્વાર પાસે ઉભા રહેવા અને બાદમાં શોભાયાત્રામાં જોડાવા કહ્યું છે, અને સવારે ૯:૩૦ કલાકે ધ્વજારોહણ યોજાશે.સમગ્ર રાજ્યમાંથી અઢારે વરણના ભાવિકો સતાધાર ઉમટી પડશે તેવી ધારણા છે.
(1:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
