તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૫ રવિવાર
News of Tuesday, 31st December 2024
વિસાવદરના ધારાસભ્યપદેથી રાજીનામુ આપી ભાજપમાં શુ ભજીયા તળવા ગયા છો.? ભૂપત ભાયાણીને પ્રવીણ રામના વેધક સવાલો
ઈકોઝોનની સભા બાદ આપ નેતા અને પૂર્વ ધારાસભ્ય આમને સામને ઈકોઝોનની લડતના પ્રણેતા અને આપ નેતા પ્રવીણ રામે ભાયાણીને આડે હાથ લીધા : જબરૂ રાજકીય વાક્ યુદ્ધ

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૩૧: વિસાવદરના મોટી મોણપરી ગામે ઇકોઝોન મુદ્દે જનસભાના પગલે વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે..હર્ષદ રિબડીયા-ભૂપત ભાયાણી-ગોપાલ ઈટાલીયાના નિવેદન-પ્રતિ નિવેદન બાદ પ્રવીણ રામ પણ આકરાપાણીએ છે. વિસાવદર ઇકોઝોનના મુદ્દા પર અમુક લોકો નીકળી પડ્યા છે એવા પૂર્વ ધારાસભ્ય ભૂપતભાઈ ભાયાણીના નિવેદન પર આપનેતા પ્રવીણભાઈ રામે કહ્યું કે, ખેડૂતોને જરૂર હોય ત્યારે નીકળી જ પડવું પડે. ભૂપતભાઈ એવું કયે છે કે, કાયદાની સાચી માહિતી નથી આપતા ત્યારે આ વાત પર આપ નેતા પ્રવિણ રામે કટાક્ષ કરતા કહ્યું કે, હે અવતારી પુરુષ અમે સાચી માહિતી ના આપતા હોય તો તમને સાચી માહિતી આપતા કોણ રોકે છે? જ્યારે રાજકીય રોટલા બયાન પર કહ્યું પ્રવીણ રામે કહ્યુ કે, તમે ધારાસભ્યમાંથી રાજીનામું આપી ભાજપમાં ગયા તો તમે શું ત્યાં ભજીયા તળવા ગયા છો? ભૂપત ભાયાણી એ વિડિઓમાં પૂછયું કે, વિસાવદરની જનતાને ૧ વર્ષથી રાજકીય નુકસાન કોણ કરી રહ્યું છે? આ બાબત પર આપ નેતા પ્રવીણ રામે જવાબ આપતા કહ્યું કે, એમનું નામ છે ભૂપતભાઈ ભાયાણી. પ્રવીણ કહ્યું એટલે વિસાવદરની જનતાને નુકસાન થઈ રહ્યું છે. ભૂપતભાઈની ખભે બંદૂકની વાતમાં પ્રવીણ રામે કહ્યું કે, ભૂપતભાઈ ખભે બંધુક તો ભાજપ વાળા તમારા ઉપર ફોડી ગયા છે. આમ ઈકોઝોનની સભા બાદ રાજકીય આગેવાનો આમને સામને આવી ગયા હતા.
આપ નેતા પ્રવિણ રામે પૂર્વ ધારાસભ્ય ભાયાણીને ૩ સવાલો પણ કર્યા (૧) ભૂપતભાઈ તમે ઈકોઝોન લાગુ કરાવવા માંગો છો કે નાબૂદ કરવા માંગો છો?(૨) ઈકોઝોનથી ખેડૂતોને જો ફાયદો થતો હોય તો ૧૦ ફાયદા જણાવો (૩) તમે પક્ષ પલટો કર્યો એ પ્રજા સાથે દ્રોહ કેવાય કે ના કેવાય? આમ પ્રશ્નોની ઝડપી વચ્ચે પ્રવીણ રામે ભાયાણીને પડકારતા લોકોની મીટ હવે ભાયાણીના પ્રતિ નિવેદન તરફ મંડાઈ છે.
(1:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
