News of Tuesday, 31st December 2024
જામનગરના મોક્ષ મંદિર સ્મશાન ગળહ ખાતે લાકડાથી અગ્નિદાહ માટેની ભઠ્ઠી અને અંતિમયાત્રા માટેની નવી બસ સેવા કાર્યરત
પર્યાવરણને નુકશાન આછું થાય તે પ્રકારની લાકડાથી અગ્નિ સંસ્કાર માટેની આધુનિક ભઠ્ઠીમાં થતાં સમયની સાથે લાકડાનો પણ બચાવ થશે

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૩૧: જામનગરના ગાંધીનગર વિસ્તાર સ્થિત મોક્ષ મંદિર હિન્દ સ્મશાનમાં સુવિધાઓનો વિસ્તાર થયો છે અહિં લાકડાથી અગ્નિદાહ માટેની આધુનિક ભઠ્ઠી તેમજ અંતિમ યાત્રા માટેની નવી બસ સેવા રવિવારથી કાયાંન્વિત થઈ છે.
આ માટે ગાંધીનગર મોક્ષ મંદિર સ્મશાન ગળહ ખાતે રવિવારે લોકાર્પણ સમારોહ યોજાયા હતો જેમાં શહેરના ઉદ્યોગપતિ સરદાર ઈન્દરપાલ સિંધ કરતાર સિંધ પરિવાર તરફથી રૂ.છ લાખના અંદાજીત ખર્ચે લાકડાથી અગ્નિદાહ કરવા માટેની આધળતિક ભઠ્ઠીનું લોકાપર્ણ જામનગર ગુરૂદ્વારાના ગ્રંથી આદરણિય ભાઈસાહેબ પ્રકાશ સિંધજીના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ સાથે જ શહેરની જાણીતી મસાલા ઉત્પાદક કંપની મધુસુદન મસાલા લિમીટેડ દ્વારા કંપનીના સી.એસ.આર.ફંડમાંથી સામાજીક ઉતરદાયિત્વના ભાગરૂપે આશરે રૂ.છ લાખના ખર્ચે તૈયાર થયેલી અંતિમયાત્રા માટેની નવી બસનું લોકાર્પણ દાતા પરિવારના મોભી દયાળજીભાઈ વનરાવનભાઈ કોટેચાના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત રહેલા મેયર વિનોદભાઈ ખીમસુર્યાએ કહયું હતુ કે, મોક્ષ મંદિર સ્મશાન ગુહમાં લાકડાની ભઠ્ઠીની સુવિધાથી લોકોના સમય - શકિત અને નાણાંનો બચાવ થશે, સાથે જ પર્યાવરણ માટે પણ લાભક્તા બની રહેશે. તેઓએ મહાપાલિકા તરફથી આ સ્મશાનગળહમાં લોક સુવિધાઓ માટે સહકારનો વિશ્વાસ આપ્યો હતો.
આ સમારંભમાં વિશેષ ઉપસ્થિત રહેલા અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલે ચૌદ વર્ષ પહેલા આ સ્મશાન ગળહ ખુલ્લું મુકાયું ત્યારે લોકો વિચારતા હતા કે અહીં સ્મશાન યાત્રા કઈ રીતે આવશે ? પરંત મોક્ષ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ જે રીતે આધૂનિક સગવડતાઓ અને જરૂરીયાત મુજબની વ્યવસ્થાઓ ઉભી કરતાં લોકો પોતાના સ્વજનોની અંતિમ યાત્રા અહીં લાવવા તરફ વળ્યા છે, એ માટે સંસ્થાના ટ્રસ્્ટીઓને અભિનંદન પાઠવં છું અને આ ઉભી કરાયેલી નવી લાકડાની ભઠ્ઠી તથા અંતિમ યાત્રા માટેની નવી બસ માટે આર્થિક સહયોગ આપનાર બન્ને પરિવારોને પણ માનવ સેવાના સત્કાર્ય માટે અભિનંદન પાઠવુ છું તેમજ તેઓની સંપતિ સમાજમાં વધુ સારા સત્કાર્યા માટે વપરાય તેવી શુભેચ્છા પાઠવ છું.
લાકડાથી અગ્નિદાહ માટેની આધુનિક ભઠ્ઠી ‘સ્વર્ગારોહણ' ના લોકાર્પણકર્તા શહેરના ગુરુદ્વારાના ગ્રંથી ભાઈસાહેબ પ્રકાશ સિંઘજીએ આશિર્વાદ પાઠવતાં કહયું હતું કે પર્યાવરણ માટે ચિંતા કરવાની આપણા સૌની જવાબદારી છે. પર્યાવરણને થતું નુકશાન તમામ માટે ચિંતાનો વિષય છે ત્યારે મોક્ષ મંદિર સ્મશાન ગળહમાં પર્યાવરણને ઓછું નુકશાન થાય તેવા ઉદેશ સાથે આ આધુનિક ભઠ્ઠી સેવારત કરવાનું પગલું પ્રશંસનિય છે. તેઓશ્રીએ આજથી કાર્યરત થયેલી બન્ને સુવિધાઓના દાતા પરિવારોને પણ શુભેચ્છા સાથે આર્શિવાદ પાઠવ્યા હતાં.
આ કાર્યક્રમમાં સંસ્થાની પ્રવળતિઓનું શબ્દચિત્ર રજુ કરતાં મોક્ષ મંદિરના કૌષાધ્યક્ષ પત્રકાર ગિરીશભાઈ ગણાત્રાએ જણાવ્યું હતું કે, શહેરમાં આ એકમાત્ર સ્મશાનમાં સંપૂર્ણ વિનામૂલ્યે અગ્નિદાહની સેવા આપવામાં આવી રહી છે. આ સંસ્થાના સંચાલન-નિભાવ અને જાળવણી માટે રિલાયન્સ તરફથી છેલ્લા દસ વર્ષ જેટલા સમયથી નિયમિત રીતે આર્થિક સહયોગ શ્રી પરિમલભાઈ નથવાણીના સહયોગ થકી પ્રાપ્ત થઈ રહયો છે.
આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન સંસ્થાના પ્રમુખ કનકસિંહ જાડેજાએ અને આભાર દર્શન સંસ્થાના માનદમંત્રી ધીરૂભાઈ પાટલીયાએ કર્યું હતું. આ અવસરે દાતા પરિવારના હરપાલસિંધ ઈન્દરપાલસિંધ તેમજ મધુસુદન મસાલા લિમીટેડના ચેરમેન રિષિતભાઈ કોટેચા, વિજયભાઈ કોટેચા, અશોકભાઈ સોનેચા, હિરેનભાઈ કોટેચા, પાર્થભાઈ સુખપરિયા વિગેરે સાથે સંસ્થાના ટ્રસ્ટીઓ મહેન્દ્રભાઈ ખાંટ, ખુમાનસિંહ સરવૈયા, પરેશભાઈ વાધાણી ઉપરાંત કોર્પોરેટરો, કાર્યકરો, સામાજીક આગેવાનો, સ્થાનિક અગ્રણીઓ વિગેરે પણ ઉપસ્થિત રહયા હતાં.(
(1:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
