News of Tuesday, 31st December 2024
રિલાયન્સ રિફાઇનરીની રપમી વર્ષગાંઠ અને ધીરૂભાઇ અંબાણીની જન્મજયંતીની ઉજવણી

જામનગરના મોટી ખાવડી ખાતે આવેલ વિશ્વની સૌથી મોટી રિલાયન્સ રિફાઇનરીના ૨૫ વર્ષની વર્ષગાંઠ તેમજ ધીરુભાઈ અંબાણીની જન્મ જયંતી ની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ર૦ર૪ના વર્ષના અંતિમ દિવસોમાં રિલાયન્સ ટાઉનશીપમાં વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરાયું છે. અનેક ફિલ્મ જગતની હસ્તીઓ કલાકારો અને મહેમાનોની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી રહી છે જે કાર્યક્રમ માટે રિલાયન્સમાં ખાસ ડેકોરેશન સાથે સ્ટેજ અને સમિયાણા તૈયાર કરાયા છે. આ કાર્યક્રમ દરમિયાન અંબાણી પરિવારના પરિવારજનો પણ ખાસ અદામાં જોવા મળ્યા હતા. ત્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કોર્પોરેટ અફેર્સના પરિમલભાઈ નથવાણીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના અને ધીરૂભાઈ અંબાણી સાથેના પોતાના સંસ્મરણોતાજા કરી સંબોધન કર્યું હતું તે પણ તસ્વીરોમાં જોઈ શકાય છે. (અહેવાલઃ મુકુંદ બદિયાણી, તસ્વીરોઃ કિંજલ કારસરીયા, જામનગર)
(1:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
