News of Tuesday, 31st December 2024
ગોંડલ નજીક ગુંદાળા અને પાટીદડ ગામ પાસે ટ્રેકટર અને બાઈક વચ્ચે અકસ્માતમાં એકનુ મોત
ઉમરાળાના બાઇકચાલક શંભુ સોલંકીનું ઘટના સ્થળે મોત : બાઈક સવાર ભારત કાડેજાને ઇજા

રાજકોટના ગોંડલ નજીક ગુંદાળા અને પાટીદડ ગામ વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એકનુ મોત થયું છે. ટ્રેકટર અને બાઇક વચ્ચે અકસ્માતમાં 1 નું મોત થયું છે જ્યારે અન્ય 1 ને ઇજા પહોચી છે. બાઇક ચાલક શંભુ સોલંકી (રહે મોટા ઉમવાળા) નું ઘટના સ્થળે મોત થવા પામ્યું હતું. જ્યારે બાઇક સવાર ભરત પોપટભાઈ કાડેજાને ઇજા થવા પામી છે. જેને ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયો છે.
(9:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
