<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st January 2025

વિંછીયાના થોરીયાળીના કોળી યુવાનની હત્‍યા કરનારા ન પકડાય ત્‍યાં સુધી લાશ સ્‍વીકારવાનો ઇન્‍કાર

બે દિવસ પહેલા ઘનશ્‍યામભાઈ રાજપરાનુ મોત થતા કોળી સમાજ દ્વારા મામલતદાર ઓફિસમાં ધરણાઃ મને ન્‍યાય નહીં મળે ત્‍યાં સુધી હું મારા પતિને અગ્નિસંસ્‍કાર નહીં કરૂઃ મળતકના પત્‍ની હંસાબેન

જે મકાન - જગ્‍યા માટે ખુન કરાયુ તે...: જે જગ્‍યાએ અગાઉ મરણ જનાર ઘનશ્‍યામભાઈએ સરકારી જગ્‍યામાં મકાન બનાવ્‍યુ હતુ બાદમાં આરોપી દ્વારા તંત્રમાં અરજી કરી મકાન પડાવી નંખાવયુ હતુ તેની તસવીર.  બાદમાં આરોપીઓ દ્વારા પણ દબાણ કરવામાં આવ્‍યુ હતુ તે દુર કરવા ઘનશ્‍યામભાઈએ પણ તંત્રને અરજી કરતા એ વેરભાવને લીઘે ઘનશ્‍યામભાઈની હત્‍યા થઈ.,હાલ જે મકાન ઉભુ છે તે આરોપી દ્વારા ઞેર કાયદેસર ઉભુ કરવામાં આવ્‍યુ છે. (તસવીર વિજય વસાણી વિંછીયા)  : આટકોટ :.. ઘનશ્‍યામભાઈ રાજપરાની હત્‍યા થતા આ ક્‍ડકડતી ઠંડીમાં પણ ઘનશ્‍યામભાઈના પત્‍ની હંસાબેન પુત્રીઓ શીતલબેન, વિલાસબેન, આરતીબેન,નયનાબેન અને પુત્ર રાહુલ સહિત પરિવારના બીજા સભ્‍યો અને સમાજના લોકો સાથે વિછીયા મામલતદાર કચેરીમાં ધારણા પર બેસી ગયા છે તેની તસવીર (તસવીર વિજય વસાણી આટકોટ) (પ-૧૩)

(વિજય વસાણી દ્વારા) આટકોટ તા.૧:.. વીંછીયા તાલુકાના થોરીયાળી ગામના કોળી યુવાન ઘનશ્‍યામભાઈ શિવાભાઈ રાજપરા ઉં.વર્ષ ૪૮ ઉપર થોરીયાળી ગામના જ પાંચ થી સાત લોકોએ ચાર દિવસ પહેલા હુમલો કરેલો બાદમાં બે દિવસ પહેલા ઘનશ્‍યામભાઈનું સારવાર દરમિયાન મોત થતા કોળી સમાજમાં આ ઘટનાના ઘેરા પડઘા પડ્‍યા છે અને આરોપીઓ ન પકડાય ત્‍યાં સુધી લાશ સ્‍વીકારવાનો ઇનકાર કરી દીધો છે અને ગઈકાલથી ઘનશ્‍યામભાઈના પરિવાર સહિત કોળી સમાજના લોકો વિછીયા મામલતદાર કચેરી પર ધારણા ઉપર બેઠા છે અને આજે ગુજરાત ભરમાંથી કોળી સમાજના આઞેવાનો આવવાના હોય પોલીસ દ્વારા કડક બંદોબસ્‍ત ગોઠવી દેવામાં આવ્‍યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ વિંછીયાના થોરીયાળી ગામે મરણ જનાર ઘનશ્‍યામભાઈએ સરકારી ખરાબાની જગ્‍યા ઉપર અગાઉ મકાન બનાવ્‍યું હતું જેની સામે ગામના જ રબારી સમાજના અમુક લોકોએ તંત્રને અરજી કરી ઘનશ્‍યામભાઈનું મકાન પડાવી નાખ્‍યું હતું.

બાદમાં અરજી કરનાર લોકો એ જ ફરી આ જગ્‍યા ઉપર કબજો કરી મકાન બનાવી નાખતા ઘનશ્‍યામભાઈ એ પણ તંત્રને અરજી કરી આ ગેરકાયદેસર દબાણ દૂર કરવા માંગણી કરી હતી જેનો ખાર રાખી શેખા ગભરુ સાંભડ સહિત કુલ સાત આરોપીઓએ એક સંપ કરી ઘનશ્‍યામભાઈ ઉપર ચાર દિવસ પહેલા હુમલો કરેલો સારવાર બાદ સોમવારે સાંજે ઘનશ્‍યામભાઈનું મોત થતા બનાવ હત્‍યામાં પલટાયો હતો.

ઘનશ્‍યામભાઈના મોતની ખબર વીંછીયા થતા મોટી સંખ્‍યામાં કોળી સમાજના લોકો મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપી આરોપી ન પકડાય ત્‍યાં સુધી ધરણા પર બેસી ગયા છે અને હજુ મળતક ઘનશ્‍યામભાઈની લાશ પણ પરિવારજનો દ્વારા સ્‍વીકારવામાં આવી નથી.ઁ

ગઈકાલે વિંછીયાના  કોળી સમાજના આગેવાનો દ્વારા અને મળતકની પુત્રી દ્વારા વિડિયો ક્‍લિપ દ્વારા સમગ્ર ગુજરાત ભરના કોળી સમાજના સંગઠનો અને લોકોને આજે વીંછીયા પહોંચવા હાકલ કરવામાં આવી હતી જેના અનુસંધાને આજે વિછીયામાં કોઈ અનિષછનીય બનાવ ન બને તે માટે રાજકોટ જિલ્લાની પોલીસનો ચુસ્‍ત બંદોબસ્‍ત મામલતદાર કચેરીએ ગોઠવી દેવામાં આવ્‍યો છે.

મામલતદાર કચેરીએ ગઈકાલથી ધરણા પર બેસેલા મળતકના પત્‍ની હંસાબેને આજે મીડિયા સમક્ષ જણાવ્‍યું હતું કે અમારુ મકાન પાડી નાખવામાં આવ્‍યું બાદ અમે ભાડાના મકાનમાં રહી મહામુસીબતે અમારી આજીવિકા ચલાવતા હતા ત્‍યાં અમારા ઘરના કમાનાર વ્‍યક્‍તિની  હત્‍યા થતા પરિવાર ઉપર આભ ફાટી પડ્‍યું છે મારા પતિની હત્‍યા કરનાર આરોપીઓ જ્‍યાં સુધી નહીં પકડાય અને મને ન્‍યાય નહીં મળે ત્‍યાં સુધી હું મારી ચાર દીકરીઓ અને મારા દીકરા સહિત સમાજના ભાઈઓ બહેનો ધારણા ઉપર બેસીશું અને મારા પતિના ત્‍યાં સુધી હું અંતિમ સંસ્‍કાર પણ નહીં કરું.

ઉલ્લેખનીય છે કે ગઈકાલે આ બનાવ બાદ વિછીયા બંધનું એલાન આપવામાં આવ્‍યું હતું અને વિછીયા સંપૂર્ણ બંધ પણ રહ્યું હતું આજે પણ ગુજરાત ભરના કોળી સમાજના જુદા જુદા સંગઠનો આગેવાનો અને લોકોને વીંછીયા પહોંચવા વિનંતી કરવામાં આવી હોય આજે પણ વિછીયામાં ભારેલા અગ્નિ જેવી સ્‍થિતિ છે. (પ-૧ર)

ચાર આરોપીને પોલીસે રાઉન્‍ડ અપ કરી લીધા

(વિજય વસાણી દ્વારા) વિંછીયા  તા.૧ :..  વિછીયાના બનાવમાં પોલીસે ચાર જેટલા આરોપીને રાઉન્‍ડ અપ કરી લીધા હોવાનું જાણવા મળ્‍યું છે જ્‍યારે મુખ્‍ય આરોપી હજુ ફરાર હોય જુદી જુદી ટીમો બનાવી તેની તાત્‍કાલિક ઘરપકડ કરવા પોલીસ ઙ્કયાસ કરી રહી છે.

મરણ જનારના પરીવારજનો જયા સુઘી તમામ આરોપીઓ ન પકડાય ત્‍યા સુઘી ડેડબોડી સ્‍વીકારશે નહી અને ઘરણા પણ ચાલુ રાખશે તેવુ મરણ જનારના પત્‍ની હંસાબેનને અકીલાને જણાવ્‍યુ હતુ.

(12:26 PM IST)