<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st January 2025

ગોંડલ પાલિકા તંત્ર જ કચરાના ગંજ ખડકીને રોગચાળો ફેલાવતું હોવાની લોક ફરિયાદો

સબ જેલ પાસે અને આવાસ યોજના પાસે કચરાના ઢગલા

(જયસ્‍વાલ ન્‍યુઝ દ્વારા) ગોંડલ તા. ૧: ગોંડલમાં વોરા કોટડા રોડ ઉપર આવેલી સબ જેલ નજીક અને આવાસ યોજના સામે જ પાલીકા તંત્ર કચરાના ગંજ ખડકી રોગચાળો ફેલાયું હોવાની લોક ફરિયાદો ઉઠી છે.

શહેરના વોરા કોટડા રોડ .પર સબ જેલ નજીક અને સરકારી આવાસ યોજના સામે આવેલી જગ્‍યામાં પાલીકા દ્વારા કચરો એકઠો કરવામાં આવે છે. જે જગ્‍યામાં શહેરનો કચરો એકઠો કરાય છે. એની પાછળ જ સબ જેલ છે. આ જગ્‍યા સામે જ સરકારી આવાસ યોજના છે. જેમાં રહેલા કેદીઓ અને આવાસ યોજના રહેતાં સામાન્‍ય પરિવારનાં હજારો લોકોના આરોગ્‍ય ઉપર જોખમ ઉભું થઇ રહ્યું છે. પાલીકા જે જગ્‍યાએ કચરો ભેગો કરે છે. એ જગ્‍યામાં પાલીકાએ કચરા ટ્રાન્‍ઝીસ્‍ટ પોઇન્‍ટ છે. પણ ત્‍યાંથી કચરાનું પ્રોસેસીંગ કરાતું કે નથી ત્‍યાંથી કચરો દૂર કરાતો નથી.

સરકાર પ્રજાની સુખાકારી માટે પાલીકા કે સ્‍થાનીક તંત્રને લાખો કરશોડો રૂપિયામાં ફાળવે છે. પણ નાણાની ફાળવણી ત્‍યાં પછી પુરતી સુવિધાઓ ઉભી કરવામાં આવતી નથી કે તેનો પૂરતો ઉપયોગ કરાતો નથી તેનો આ નમુનો કરી શકાય.

હાલમાં જેલના કેદીઓ અને આવાસ યોજનામાં વસનારા સામાન્‍ય નાગરિકોના આરોગ્‍ય ઉપર જોખમ ઉભું થઇ રહ્યું હોય કચરાના ગંજ દૂર કરવા લોકમાંગ ઉઠી છે.

શહેરમાં સફાઇ કામમાં ઠાગાઠૈયા

શહેરમાં કેટલાક સમયથી સફાઇ કામગીરી કરાવામાં તંત્ર દ્વારા ઠગાઠૈયા થઇ રહ્યા હોવાની ફરીયાદ ઉઠી છે. અગાઉ નિયમિત રીતે કચરો ઉપાડવામાં આવતો હતો અને વધુ કચરાગાડી અને સફાઇ કામદારો સાથે સફાઇ કામગીરી થતી હતી પણ હવે સફાઇ માટે પુરતા કામદારો કે વાહનોનો ઉપયોગ થતો ન હોય તેમ કચરા ગાડી કે સફાઇ કર્મચારીઓ સફાઇ માટે ડોકાતા નથી તેવી લોક ફરીયાદ ઉઠી છે.

(1:07 PM IST)