<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st January 2025

ગોંડલનાં પાટીદળ પાસે ટ્રેકટરની ટ્રોલી સાથે બાઇક અથડાતા ઉમવાડાના શંભુભાઇનું મોત

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા. ૦૧: બાઇક પાછળ બેઠેલ ઉમવાડાના ભરતભાઇ કાલેજાને ઇજા.

ગોંડલ તાલુકાના પાટીદડ નજીક ટ્રેકટરની ટ્રોલી સાથે બાઇક અથડાતા ગંભીર ઇજાને કારણે બાઇક ચાલકનું ઘટનાસ્‍થળે મોત નિપજ્‍યું હતુ. જ્‍યારે બાઇક પાછળ બેઠેલા વ્‍યક્‍તિ ને ઇજા પંહોચતા ગોંડલ સિવિલ હોસ્‍પિટલે ખસેડાયા હતા.

પ્રાપ્ત વિગત મુજબ ગુંદાળા પાટીદડ વચ્‍ચે પાટીદડ રહેતા વિનુભાઈ ખાચર પોતાનું ટ્રેકટર લઇ વાડીએ જઇ રહ્યા હતા. અને વાડી તરફ જવા વળાંક વાળી રહ્યા હતા ત્‍યારે સામેથી ડબલ સવારીમાં આવી રહેલુ બાઇક  ટ્રેકટરની ટ્રોલી સાથે ધડાકાભેર અથડાતા બાઇક ચાલક ઉમવાડા રહેતા શંભુભાઇ નાથાભાઈ સોલંકી ઉ.૪૫ નુ ગંભીર ઇજાઓ સાથે ઘટનાસ્‍થળે મોત નિપજ્‍યુ હતુ.જ્‍યારે બાઇક પાછળ બેઠેલા ગોંડલનાં ઉમવાડા રોડ પર રહેતા ભરતભાઇ પોપટભાઇ કાલેજા ઉ.૩૫ ને ઇજા પંહોચતા ગોંડલ સિવિલ હોસ્‍પિટલ ખસેડાયા હતા. અકસ્‍માતમાં મળત્‍યુ પામેલા શંભુભાઇને સંતાનમાં બે દિકરા હોવાનું જાણવા મળ્‍યુ હતુ. બનાવનાં પગલે તાલુકા પોલીસ ઘટના સ્‍થળે દોડી જઇ કાર્યવાહી હાથ ધરી હતી.

(1:09 PM IST)