તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 1st January 2025
હળવદના ઇસમનું મોરબીથી ચોરાયેલ બાઇક વાંકાનેર પોલીસે શોધી કાઢ્યું

પ્રથમ તસ્વીરમાં બાઇકને શોધી કાઢનાર પોલીસમેન મુળ માલીક સાથે અને બીજી તસ્વીરમાં બાઇક નજરે પડે છે. (તસ્વીર : લીતેશ ચંદારાણા,વાંકાનેર)
(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર,તા.૧ : હળવદના ઇસમનું ચોરાયેલ બાઇક વાંકાનેર પોલીસે શોધી કાઢી મુળ માલિકને પરત સોંપ્યુ હતું.
પોલીસ પોતાની અનેકવિધ કામગીરીથી ' પોલીસ પ્રજાનો મિત્ર' સુત્રને સાર્થક કરતી હોય છે, જેનું તાજેતરમાં ઉદાહરણ વાંકાનેર પોલીસે બેસાડ્યું છે. જેમાં વાંકાનેર ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા ભોજરાજસિંહ ઝાલા દ્વારા ટ્રાફિક સેન્સ અંતર્ગત વાહન ચેકિંગ દરમિયાન હાઇવે જકાતનાકા પાસે સર્વિસ રોડ પર રેઢું પડેલ, શંકાસ્પદ હોન્ડા એસપી સાઇન બાઇકને પોકેટકોપ એપમાં વેરીફાઇ કરતા મૂળ માલિક હળવદના પુનમબેન મંગળભાઈ ભોજવિયાનું સામે હોય જેને આ અંગે મોરબી પોલીસમાં બાઇક ચોરીની અરજી કરેલ હોય, જેથી વાંકાનેર સીટી પોલીસ ઇન્સ્પેકટર એચ. વી. ઘેલા ની સૂચના અને માર્ગદર્શનથી પોલીસે આ બાઇકને તેના મૂળ માલિકને સોંપી તેરા તુજકો અર્પણ અંતર્ગત સુંદર કામગીરી હાથ ધરી હતી.
(7:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
