<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st January 2025

કુતિયાણા તાલુકાના ગામોને મનસુખભાઇ માંડવિયાના પ્રયાસો બાદ ખેડુતોને રવિ સીઝનમાં સિંચાઇનો લાભ

બાંટવા- ખારો જળ સંપતિ યોજનામાંથી સિંચાઇ માટે પાણી છોડાશે

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૧: કેન્દ્રીય મંત્રી અને પોરબંદરના સાંસદ  મનસુખભાઇ માંડવિયાના પ્રયાસોના પરિણામે કુતિયાણા અને માણાવદર તાલુકાના ગામોને રવિ સીઝનમાં મળશે સિંચાઈનું પાણીનો લાભ મળશે. કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખ માંડવિયાની રજૂઆતના પગલે બાંટવા-ખારો જળ સંપત્તિ યોજનામાંથી સિંચાઈ માટે પાણી છોડાશે.

કેન્દ્રીય મંત્રી અને પોરબંદરના સાંસદ શ્રી મનસુખ માંડવિયાને રવિ સીઝનમાં કુતિયાણા અને માણાવદર તાલુકાના ગામના ખેડૂતોને ખેતી માટે સિંચાઈનું પાણી મળી રહે તેવી માટે રજૂઆત શ્રી રમેશભાઇ ઓડેદરા(પટેલ)એ કરી હતી. આ રજૂઆતને ધ્યાને લઈને કેન્દ્રીય મંત્રીશ્રીએ પોતાના મત વિસ્તારના ખેડૂતોના હિત માટે રાજ્ય સરકારને બાંટવા-ખારો જળ સંપત્તિ યોજનામાંથી છોડવા માટે રજૂઆત કરી હતી. કેન્દ્રીયમંત્રી અને પોરબંદરના સાંસદ મનસુખભાઈ માંડવિયાની રજૂઆતને તાત્કાલીક ધ્યાને લઈને રાજ્ય સરકારે બાંટવા-ખારો જળ સંપત્તિ યોજનામાંથી સિંચાઈ માટે પાણી છોડવાની મંજૂરી આપી છે.

રવિ સીઝનમાં કુતિયાણા અને માણાવદર તાલુકાના પાણી મળતા ખેડૂતોને ચણા અને અન્ય પાકોના ઉત્પાદનમાં મોટો લાભ થશે. કેન્દ્રીય મંત્રી અને પોરબંદરના સાંસદ મનસુખભાઇ માંડવિયાના પ્રયાસો અને રાજ્ય સરકારના નિર્ણયને પરિણામે કુતિયાણા અને માણાવદર તાલુકાના ખેડૂતોમાં હર્ષની લાગણી છવાઇ છે.

(7:26 PM IST)