તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 1st January 2025
અમરેલીનાં ધારાસભ્યને બદનામ કરનારા સામે કાર્યવાહી કરો

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા.૧ : અમરેલી જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ, અમરેલી તાલુકા ભાજપ પ્રભારી સુરેશભાઇ બી.પાનસુરીયાએ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલને પત્ર પાઠવીને અમરેલી ભાજપના ધારાસભય કૌશિકભાઇ વેકરીયાને બદનામ કરનારા સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી છે.
તેઓએ વધુમાં જણાવ્યુ છે કે હમણાં થોડાક દિવસ પહેલા અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક તેમજ અમરેલી વિધાનસભાના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયા ઉપર બદનામ કરવાના ઈરાદે ભ્રષ્ટાચાર નો આક્ષેપ કરતો બનાવટી પત્ર વાયરલ કરી, યુવાનોના આઇકોન અને મેં તેમની સાથે જિલ્લા ભાજપ ટીમમાં કામ કર્યું છે કૌશિકભાઈ વેકરીયાની છબીને ડાઘ પહોંચાડવાનું જે લોકોએ કૃત્ય કર્યું છે.
તેવા લોકો ઉપર ઊંડાણ પૂર્વક તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરી ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવાનું કાવતરું કરી રહેલ તમામ ઈસમો સામે કડકમાં કડક નમૂના રૂપ કાર્યવાહી કરવા અંતમાં એ જણાવ્યુ છે.
(7:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
