<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st January 2025

પોરબંદર પાયોનિયર કલબ દ્વારા મુસ્લીમ સમાજના પ૦૦ સહિત ૧ર૦૦ તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન

પોરબંદર તા. ૧: પાયોનિયર કલબ દ્વારા મુસ્લીમ સમાજના પ૦૦ વિદ્યાર્થી સહિત ૧ર૦૦ તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

પાયોનિયર કલબ અને સાગરપુત્ર સમન્વયના પ્રમુખ પ્રવીણભાઇ પાયોનિયર કલબ લેડીઝ વિંગના ચેરપર્સન શ્રીમતી ઉમાબેન ખોરવા અને રેડક્રોસ સોસાયટી પોરબંદર તાલુકા શાખાના સ્થાપક પ્રમુખ રામદેભાઇ મોઢવાડીયાના સહયોગથી સાગરપુત્ર અસમન્વયના મહિલા પ્રમુખશ્રી લીલાબેન મોતીવરસના માર્ગદર્શન હેઠળ પાયોનિયર કલબ લેડીઝ વીંગ પોરબંદર દ્વારા આયોજિત વિદ્યાર્થી સન્માન સમારોહ ર૦ર૪નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પોરબંદર શહેરના ૧ર૦૦ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને તેમના શૈક્ષણિક યોગદાન માટે સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓ અનુ. વિદ્યાર્થીનીઓને તેમની મહેનત અને શ્રેષ્ઠતા માટે પ્રોત્સાહિત કરવાનો હતો, તેમજ તેમનો ઉત્સાહ વધારવાનો હતો. વિદ્યાર્થીનો અને વિદ્યાર્થીનીઓને મેડલ, પ્રમાણપત્ર અને અન્ય વિશિષ્ટ પુરસ્કારો આપીને તેમના કાર્યની પ્રશંસા કરવામાં આવી.

પાયોનિયર કલબ સાગરપુત્ર સમન્વયના પ્રમુખ પ્રવીણભાઇ ખોરાવા, લેડીઝ વીંગના ચેરપર્સન શ્રીમતી ઉમાબેન ખોરાવા, સાગરપુત્ર સમન્વયના મહિલા પ્રમુખ લીલાબેન મોતીવરસ, રેડક્રોસ સોસાયટીના સ્થાપક પ્રમુખ રામદેભાઇ મોઢવાડીયા તેમજ મહેમાનો નગરપાલિકાના પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી, ડિસ્ટ્રીકટ ચેમ્બરના પ્રમુખ જતીનભાઇ હાથી, સિનિયર એડવોકેટ ભરતભાઇ લાખાણી, ખારવા સમાજના માજી વાણોટ પ્રેમજીભાઇ ખુદાઇ, ગ્રીન પોરબંદર પ્રોજેકટના કોર્ડીનેટર ધર્મેશભાઇ પરમાર, રૂપાળી બા કન્યા શાળાના પ્રિન્સિપાલ ડો. પ્રિતીબેન કોટેચા, અનિલભાઇ મોતીવરસ, નરેશભાઇ થાનકી, ઋષિકાબેન હાથી, બાલુબાના પ્રિન્સીપાલ રાજેશ્રીબેન સીસોદીયા, ગોઢાણીયા ઇંગ્લીશ સ્કૂલના પ્રિન્સીપાલ ભાવનાબેન અટારા, ઘેડીયા સ્કૂલના પ્રિન્સિપાલ ભારતીબેન પલાણ, એબીવીપી રાષ્ટ્રીય કારોબારી મેમ્બર અને ગુજરાત પ્રદેશના સહમંત્રી કુમારી નેહલબેન થાનકી પાયોનિયર કલબના સભ્યો સેક્રેટરી વિજયભાઇ ઉનડકટ હરજીવનભાઇ કોટીયા, જયેન્દ્રભાઇ ખુંટી, મહેન્દ્રભાઇ જુંગી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

સન્માન સમારંભમાં પિયુષભાઇ માજીઠીયા, કેતનભાઇ પટેલ, જયેશ માંડવીયા, જયેશ ભોગાયતા, મહેશ ગોરફાડ, પ્રદીપ ગજજર, ધર્મેશ દેસાઇ, અલ્પેશ મશરૂ, પરેશ પારેખ, સંજય લોઢારી, શૈલેષ કોટેચા, મયુર કુહાડા, પ્રણાવભાઇ શાહ, ભરતભાઇ પોપટ તેમજ લેડીઝ વિંગના સભ્યોદેવશ્રી ખોરાવા સેક્રેટરી ક્રિષ્નાબેન થાનકી, પ્રોજેકટ ચેરમેન નિલાબેન થાનકી, ખુશ્બુબેન માંડલીયા, અંજલીબેન પોસ્તરીયા, દીપ્તિબેન રાયમગીયા, ખ્યાતિબેન લોઢારી, મનીષાબેન મોનાણી, ડિમ્પલબેન ખુંટી, મીનાબેન કોટીયા, મીનાક્ષીબેન ગજજર, ચેતનાબેન થાનકી, ભારતીબેન પલાણ, ઉર્મિલાબેન સાકરીયા, સંગીતાબેન અમલાણી, બીનાબેન માંડલિયા, હર્ષાબેન રૂઘાણી, ઉષાબેન ખેતાણી અને રશ્મિબેન સોઢા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સંસ્થાના સ્વયંસેવકો તથા સંસ્થાની ટીમે સન્માન સમારોહને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમ સંસ્થાના પ્રમુખશ્રી પ્રવીણભાઇ ખોરાવા અને શ્રીમતી ઉમાબેન ખોરાવાના આર્થિક સહયોગથી કરવામાં આવ્યા હતા.

 

(7:43 PM IST)