તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Thursday, 2nd January 2025
અંજારના વૃધ્ધ યુગલને ડિજિટલ અરેસ્ટ કરીને સાયબર ચીટરોએ ૩૬.૫૦ લાખ રૂપિયા પડાવ્યાં
ધનબાદમાં કોલસાની ખાણમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરીને ૩ દાયકાથી નિવૃત્તિ ભોગવતાં શાંતિલાલે ફરિયાદ નોંધાવી

ગાંધીધામઃ અંજારની બિલેશ્વર સોસાયટીમાં રહેતા ૭૫ વર્ષિય શાંતિલાલ શિવજીભાઈ રાઠોડ અને તેમના પત્નીને સતત ૩ દિવસ સુધી ડિજીટલ અરેસ્ટ કરીને સાયબર ચીટરોએ ૩૬.૫૦ લાખ રૂપિયા પડાવી લીધાં છે.
ઘટના અંગે પૂર્વ કચ્છ સાયબર પોલીસે અજાણ્યા શખ્સોના મોબાઈલ નંબર, બેન્ક એકાઉન્ટ નંબરના સામે ફરિયાદ દાખલ કરી છે. ધનબાદમાં કોલસાની ખાણમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરીને ૩ દાયકાથી નિવૃત્તિ ભોગવતાં શાંતિલાલે ફરિયાદ નોંધાવી છે.
શાંતિલાલે જણાવ્યું કે સૌપ્રથમ ૩૦-૧૧-૨૦૨૪ના રોજ તેમને મોબાઈલ પર દિલ્હી પોલીસ ડીપાર્ટમેન્ટ તરફથી મેસેજ આવેલો અને તુરંત વીડિયો કૉલ આવેલો. ફોન કરનારે પોલીસ યુનિફોર્મ પહેરીને બેઠેલો અને તેનો ચહેરો અડધો જ દેખાતો હતો.
(12:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
