તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd January 2025
૮ લાખમાં લીધેલું જેસીબી કે પૈસા ન આપી માંગરોળ પંથકના યુવક સાથે છેતરપિંડી

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૨ :.. માંગરોળ તાલુકાના બામણવાડા ગામના ૩૮ વર્ષીય અરજણભાઈ મેરામણભાઇ બંધીયાએ તેના ગામના રાણા રામદેવ બંધીયા પાસેથી વર્ષ ૨૦૨૧માં રૂપિયા ૮ લાખમાં જેસીબી વેચાણથી લીધું હતું.
પરંતુ જેસીબીનો ખર્ચ ઉપાડી ન શકતા ફાઇનાન્સમાંથી લોન લીધી હતી અને એકાદ મહિના બાદ રાણા રામદેએ જેસીબી રાજુ મસરી પિઠીયાને ભાડા કરવા માટે આપવાનું કહી રાણા રામદે જેસીબી લઈ ગયો હતો. આ પછી ખેતીના કામમાં જેસીબીની જરૂર હોય જેથી રાણા અને રાજુને કહેતા બંનેએ જેસીબી સાઈડ પર ચાલુ હોવાનું કહ્યું હતું. પરંતુ રાણાએ ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી રાજુને વેચી નાખ્યું હોવાની જાણ થતા આખરે બંને શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા શીલ પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
(10:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
