તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd January 2025
વાવડીમાંથી પીસીબીએ દીપકને ૮૯ હજારના વિદેશી દારૂ સાથે પકડયો
જુનાગઢના એમ્બ્રોડરીનો કારીગર કારીગીરી કરી ટ્રાન્સપોર્ટ મારફત છેક રાજકોટ સુધી દારૂની પેટીઓ લાવ્યાનું રટણઃ પીઆઇ ગોંડલીયા, પીએસઆઇ હુણ, ત્રાજીયાની ટીમની કામગીરી મહિપાલસિંહ ઝાલા, ઘનશ્યામસિંહ ચોૈહાણ, હરદેવસિંહ રાણાની બાતમી

રાજકોટ તા. ૨: દારૂની હેરાફેરીનો વધુ એક વખત પીસીબીની ટીમે પર્દાફાશ કર્યો છે. જુનાગઢનો શખ્સ છેક હરિયાણા ગુડગાંવ જઇ બેરલમાં દારૂની પેટીઓ મુકાવી તે ટ્રાન્સપોર્ટના ટ્રક મારફત રાજકોટ પહોંચાડી અહિથી જુનાગઢ લઇ જઇ વેંચાણ કરતો હતો. આ શખ્સને વાવડી ગામ પાસે ગેરેજમાંથી રૂા. ૮૯૫૩૨ની સ્કોચ, વ્હીસ્કીની ૭૨ બોટલો સાથે પકડી લેવાયો છે.પીસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે એએસઆઇ મહિપાલસિંહ ઝાલા, હેડકોન્સ. ઘનશ્યામસિંહ ચોૈહાણ, હરદેવસિંહ રાણાને મળેલી બાતમી પરથી વાવડી ગામ અમરનાથ પાર્ક પ્લોટ નં. ૩ સોપાન રેસીડેન્સી પાસે કૃષ્ણમ ઓટોમેટીવ ગેરેજમાં દરોડો પાડી દીપક જખરાભાઇ વદર (ઉ.વ.૩૪-રહે. જુનાગઢ મીરાનગર દુર્ગા પાર્ક-૧ બલોક નં. ૪)ને રેડ લેબલ સ્કોચની રૂા. ૫૪૨૮૮ની ૩૬ બોટલો અને બ્લેન્ડર્સ પ્રાઇડની રૂા. ૩૫૨૪૪ની ૩૬ બોટલો મળી કુલ ૭૨ બોટલ સાથે પકડી લીધો હતો. દીપક એમ્બ્રોડરી વર્કનું કામ કરે છે. જો કે હાલમાં વધુ પૈસા કમાવવા તે હરીયાણા ગુડગાંવ જઇ ત્યાંથી આ દારૂ લાવ્યો હોવાનું રટણ તેણે કર્યુ હતું. ટ્રાન્સપોર્ટ મારફત આ પેટીઓ મંગાવ્યાનું રટણ કરતો હોઇ વધુ તપાસ હાથ ધરાઇ છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયાની સુચનાથી પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીએસઆઇ એમ. જે. હુણ, પી. બી. ત્રાજીયા, એએસઆઇ મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, મહિપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, હેડકોન્સ. ઘનશ્યામસિંહ ચોૈહાણ, કરણભાઇ મારૂ, કિરતીસંહ ઝાલા, વિરેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા, રાહુલગીરી ગોસ્વામી, ગિરીરાજસિંહ જાડેજા, કોન્સ. યુવરાજસિંહ રાણા, વિજયભાઇ મેતા, દેવરાજભાઇ કળોતરા, વાલજીભાઇ જાડા, નગીનભાઇ ડાંગર અને હિરેનભાઇ સોલંકીએ આ કામગીરી કરી હતી.
(3:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
