<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd January 2025

કેશોદના ખમીદાણા સીમ વિસ્‍તારમાં ધોળા દિ'એ બંધ મકાનમાં સાડાદશ લાખની મતાની ચોરી

ખેડૂત પરિવાર મઢડા દર્શન કરવા ગયો હતો અને તસ્‍કરો ખાબકયા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૦૨: કેશોદ તાલુકાના ખમીદાણા ગામના સીમ વિસ્‍તારમાં રહેતા નારણભાઇ મેસુરભાઇ સોલંકી પરિવાર સાથે ગઈકાલે સવારે ૧૧ વાગ્‍યે મકાનને તાળા લગાવી બીજ નિમિત્તે મઢડા દર્શન કરવા ગયા હતા.

માતાજીના દર્શન કરી બપોરે ૩ વાગ્‍યે પરત આવતા ચાર કલાક બંધ રહેલા મકાનમાં ધોળા દિવસે તસ્‍કરો ખાબકી લોખંડની પેટીમાંથી ૧૭ તોલા સોનાના દાગીના અને ચાંદીના દાગીના તેમજ રોકડ મળી કુલ રૂપિયા ૧૦,૩૨,૯૦૦ની માલમતા ચોરીને નાસી ગયા હતા.

આ અંગેની જાણ થતા કેશોદ પોલીસ સ્‍ટેશનનો સ્‍ટાફ દોડી ગયો હતો અને તસ્‍કરોને પકડવા તપાસ હાથ ધરી હતી. ચોરીની ઘટના અંગે પોલીસે ફરિયાદ લઈ આગળની કાર્યવાહી કરી હતી વધુ તપાસ પીઆઈ પી. એ. જાદવ ચલાવી રહ્યા છે.

(10:59 AM IST)