News of Thursday, 2nd January 2025
ગણેશ જાડેજા (ગોંડલ)એ કર્યો ૧૦૦ કરોડનો માનહાનીનો દાવો!
કોઇપણ ગુન્હા ન હોવા છતાં ગુંડાગીરી કરતો ચેનલમાં દર્શાવ્યોઃ અદાલતે કાઢી અરજન્ટ શોકોઝ નોટીસ

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૨: ગોંડલનાં ધારાસભ્ય ગીતાબા તથા માજી ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનાં પુત્ર ગણેશ જાડેજાએ ગોંડલની સિવિલ કોર્ટમાં નિર્ભય ચેનલનાં ફાઉન્ડર એડિટર અને એન્કર ગોપી મણિયાર ઘાઘર ઉપર માનહાનિ અંગે ૧૦૦ કરોડનો દાવો દાખલ કર્યો છે. કોર્ટે નિર્ભય ન્યુઝ અને તેના કર્તાહર્તા સામે અરજન્ટ શોકોઝ નોટિસ કાઢી વધુ સુનવણી આગામી તા.૧૩/૧/૨૫ નાં મુક્કરર કરી છે.
ચકચારી દાવાની પ્રાપ્ત વિગત મુજબ ગણેશ જાડેજાનાં વકીલ પ્રશાંતભ઼ઇ ખંઢેરીયા અને હર્ષિત ટોળીયાએ ગોંડલ ગણેશ વતી અત્રેની સિવિલ કોર્ટ સિનિયર ડિવિઝન જજ દવેની કોર્ટમાં નિર્ભય ચેનલનાં ગોપી ધાધર પર માનહાનિનો દાવો કરી જણાવ્યુ કે તા.૩/૧૦/૨૪નાં ગણેશનાં જામીન મંજૂર થતા તેઓ ગોંડલ પહોચ્યા હતા. ત્યારે તેમનાં મિત્ર દ્વારા વિડીયો ક્લિપ બતાવાઈ હતી.જેમાં નિર્ભય ન્યુઝ ચેનલ દ્વારા ગોપી ઘાઘર દ્વારા ગણેશને તેના મા-બાપ દ્વારા ગુંડાગર્દીના સંસ્કાર આપ્યા હોય તે પ્રકારનુ એન્કર ગોપી ઘાઘર બોલી રહ્યા હતા.
દરમિયાન ગણેશે યુટયુબ, ઇન્ટાગ્રામ અને ફેસબુકમાં જેટલી ક્લિપ હતી તે જોતા તે તમામમાં નિર્ભય ન્યુઝનાં કર્તાહર્તાએ કોઈપણ જાતની તપાસ કે પુરાવા વગર ગણેશ ગુંડાગીરી-લુખ્ખાગીરી કરી છે. ભાજપનાં નેતાઓ અને તેનાં દિકરાઓને ભ્રષ્ટાચાર આચરવાનો અધિકાર છે ? ખુલ્લેઆમ ગુંડાગીરી કરે છે. કાયદો અને પોલીસને ખિસ્સામાં લઇ ને ફર ેછે. શું આ લોકો આતંકવાદી છે? આવા અનેક પ્રકારનાં ગણેશની માનહાની થાય તે રીતે સ્ટોરી ઘડેલા વિડીયોનું વારંવાર લાઇવ પ્રસારણ કરાયુ હતું. ગણેશ સામે કોઈ પણ ગુન્હા ન હોવા છતા કોઇ પણ આધાર વગર ગણેશને ગુંડાગીરી અને લુખ્ખાગીરી કરતો હોવાનું ન્યુઝ ચેનલ માં બતાવાયેલ છે.
નિર્ભય ન્યુઝ રજિસ્ટર્ડ થઈ હોય તેવી કોઇ માહીતી નથી. આવી અનરજિસ્ટર્ડ ચેનલો સામે કોર્ટ દ્વારા પગલા લેવા જોઈએ. જો રજિસ્ટર્ડ હોય તો તેને ન્યુઝ બ્રોડકાસ્ટિંગ એન્ડ ડીજીટલ સ્ટાન્ડર્ડ ઓથોરિટી નાં નિયમો જે કેન્દ્ર સરકારે બનાવેલા છે.તેના દાયરા માં રહીને ન્યુઝ ચેનલો ચલાવવી જોઈએ. જ્યારે નિર્ભય ન્યુઝ ચેનલ કોઇ પણ ગાઇડલાઇનને અનુસરતી નથી. અને કોઈપણ વ્યક્તિ ને ખોટીરીતે બદનામ કરે છે. કોર્ટ નક્કી ના કરે ત્યાં સુધી કોઇને ગુન્હેગાર કહી ના શકાય. નિર્ભય ન્યુઝ ચેનલ પરથી ગણેશનાં વિડિયો હટાવવા રજૂઆતમાં જણાવાયું છે.
વધુમાં નિર્ભય ન્યુઝ નું એડ્રેસ એસજી હાઇવે અમદાવાદ માત્ર હોય ઓનલાઈન કે ગુગલ સર્ચ કરતા તેમાં પણ એડ્રેસ જણાતું નથી. કોઇ પોતાનું એડ્રેસ શા માટે છુપાવી રહ્યુ છે. તેવા સવાલ સાથે નોટીસ ની બજવણી વોટસપ કે ઈમેલ ની મંજુરી ની માંગ કરાતા કોર્ટ દ્વારા મંજુરી અપાઇ હતી.ઉલ્લેખનીય છેકે નિર્ભય ન્યુઝનાં ગોપી ઘાઘર દ્વારા ગણેશ ગોંડલનાં સતત ન્યુઝ પ્રસારીત કરાઇ રહ્યા હતાં.જેમા ગણેશ ગોંડલ ને તેની ઇમેજ થી વિરુદ્ધ દર્શાવાયા હતા.આખરે ગણેશ દ્વારા બેફામ બોલતા એન્કર ગોપી વિરુદ્ધ માનહાનીનો રુ.૧૦૦ કરોડનો દાવો કોર્ટમાં દર્જ કરાયો છે.
(11:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
