<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd January 2025

મોરબી વાંકાનેર હાઈવે પર ટ્રકે રસ્‍તો રોકયો તો પાછળથી આવતા ડમ્‍પરે ઠોકર મારતા યુવાનનું મોત

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબીઃ તા ૨ મોરબી વાંકાનેર નેશનલ હાઈવે પર ટ્રક રોંગ સાઈડ આવતા રોડ બંધ થઇ જતા રોડ પર આવતા કારના ચાલકે બ્રેક મારતા પાછળ આવતા મોટર સાઈકલ ચાલકે બ્રેક મારતા ડમ્‍પરના ચાલકે મોટર સાઈકલને ઠોકર મારી દેતા યુવાનનું મળત્‍યુ નીપજ્‍યું હતું.જે મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વાંકાનેરના રાતીદેવળી ગામે રહેતા કિશોરભાઈ હીરાભાઈ વોરા એ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી ટ્રક જીજે ૩૧ ટી ૪૫૫૩ ના ચાલકે તેનો ટ્રક વાંકાનેર મોરબી નેશનલ હાઈવે રોડ પર બધુનગર કલબ હાઉસ હોટલ ની સામે આવેલ કટ થી મોરબી વાંકાનેર હાઈવે પર રોંગ સાઈડમાં કિશોરભાઈની સામે થી ચલાવી આવતા રસ્‍તો બંધ થઇ જવાના કારણે દિનેશભાઈ લવજીભાઈ વોરા (ઉ.૪૦) સહીત સવાર કિશોરભાઈ એ પોતાનું મોટર સાઈકલ જીજે ૦૩ સીજી ૭૭૮૪ તેમજ રસ્‍તે ચાલતા અન્‍ય સાહેદ વાહન ચાલકોએ પોતાના વાહનો બ્રેક કરી ધીમા કરતા પાછળથી આરોપી ડમ્‍પર જીજે ૧૨ એટી ૯૬૭૦ ના ચાલકે પોતાનું ડમ્‍પર પુર ઝડપે ચલાવી આવીને હોન્‍ડા સાઈન જીજે ૦૩ સીજી ૭૭૮૪ ઉપર સવાર કિશોરભાઈ તથા દિનેશભાઈ ને તેઓના મોટર સાઈકલ સહીત તથા આગળ જતી સાહેદની કારને પાછળથી ઠોકર મારી હડફેટે લઇ પછાડી દઈ કિશોરભાઈને ઈજા પહોચી હતી તો દિનેશભાઈના શરીર પર ડમ્‍પરનું  વહીલ ફરી વળતા તેનું મળત્‍યુ નીપજ્‍યું હતું તો બનાવ સ્‍થળ પર ટ્રક ચાલકો એ વાહન અકસ્‍માત સર્જી પોતાના ટ્રકો રેઢા મૂકી નાશી ગયા હતા અને નજીકના પોલીસ સ્‍ટેશનમાં બનાવ અંગે જાણ ના કરી હોવાની ફરિયાદ નોંધાવી છે

(11:40 AM IST)