તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd January 2025
ગોંડલમાં પૂર્વ સાંસદ રમેશભાઇ ધડુક પરિવાર આયોજીત શ્રીમદ ભાગવત કથાનો પ્રારંભ
નવનિર્મિત શ્રી ગોવિંદકુંજ હવેલીમાં શ્રી પુરષોતમ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે ભવ્ય પોથીયાત્રા

(હરેશ ગણોદીયા દ્વારા) ગોંડલ તા.રઃ વૈષ્ણવીનગરી ગોંડલના આંગણે નવનિર્મિત શ્રી ગોવિંદકુંજ હવેલી ખાતે શ્રી પુરષોતમ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે દાસીજીવણ પાર્ટી પ્લોટ ખાતે ૧ જાન્યુઆરી થી ૯ જાન્યુઆરી સુધી શ્રીમદ્દ ભાગવત કથાનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે તેને લઈને કથાના મુખ્ય મનોરથી અને પોરબંદર સાંસદ રમેશભાઇ ધડુકના નિવાસ સ્થાનેથી પોથીનું પૂજન અર્ચન કરી ભવ્ય પોથીયાત્રા નીકળી હતી. જેમાં હવેલીના મુખ્ય મનોરથી પારસભાઈ વલ્લભભાઈ કટારીયા રાજકોટ વાળા પરિવાર સાથે પોથીયાત્રા માં જોડાયા હતા. જેમાં સર્વે સમાજના આગેવાનો, અલગ અલગ સામાજિક સંસ્થાઓના આગેવાનો, ઉદ્યોગપતિઓ, મહિલા મંડળો અને યુવાનોઆ પોથીયાત્રામાં જોડાયા હતા. માલવીયા નગર માં હવેલી ખાતે પોથીયાત્રા પોહચી ત્યારે ખોડલધામ મહિલા સમિતિની મહિલાઓ, માલવીયા નગર, પુનિતનગર, વિશ્વેશ્વર મહાદેવ ગ્રુપ, ગોવિંદકુંજ હવેલીની મહિલાઓ, સત્સંગ મંડળો દ્વારા ફુલથી રંગોળી બનાવવામાં આવી હતી શેરીઓમાં સાથિયા કરવામાં આવ્યા હતા પોથીનું મહિલાઓ દ્વારા માથા પર બેડાં, અને મંગલ કળશ રાખી સામૈયા કર્યા હતા.
પોથીયાત્રા માં ULD કન્યાછાત્રાલયના પ્રમુખ વિઠ્ઠલભાઈ ધડુક, ગોંડલ નાગરિક બેન્કના વાઇસ ચેરમેન જ્યોતિરાદિત્યસિંહ જાડેજા, અヘનિભાઈ રૈયાણી પ્રમુખ ગોંડલ નગરપાલિકા, અશોકભાઈ પીપળીયા ચેરમેન ગોંડલ નાગરિક બેંક, અલ્પેશભાઈ ઢોલરીયા ચેરમેન ગોંડલ માર્કેટયાર્ડ, પ્રફુલભાઈ ટોળીયા, રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી રવિભાઈ માકડીયા, ગોપાલભાઈ શિંગાળા - પૂર્વ ચેરમેન ગોંડલ માર્કેટ યાર્ડ, ઉપેન્દ્રસિંહ ચુડાસમા પ્રમુખ શહેર ભાજપ, ધર્મેન્દ્રસિંહ જાડેજા વાઈસ ચેરમેન ગોંડલ માર્કેટ યાર્ડ, ક્રિપાલસિંહ જાડેજા કારોબારી ચેરમેન ગોંડલ નગરપાલિકા, ભાવનાબેન રૈયાણી પૂર્વપ્રમુખ ગોંડલ નગરપાલિકા, જયદીપસિંહ જાડેજા, કિશોરભાઈ ધડુક, અશ્વિનભાઈ પાંચાણી, દિપકભાઈ રૂપારેલીયા, સમીરભાઈ કોટડીયા, ધીરૂભાઇ દેસાઈ (ઉદ્યોગપતિ), રસિકભાઈ મારકણા, મેહુલભાઈ ખાખરીયા, અશ્વિનભાઈ ઠુંમર, નરશીભાઈ બાલધા, ULD કન્યા છાત્રાલયના ટ્રસ્ટીઓ, સામાજિક સંસ્થાના આગેવાનો, રાજકીય આગેવાનો, અગ્રણી ઉદ્યોગપતિઓ, મહિલા મંડળો સહિતના આમંત્રિત મહેમાનો જોડાયા હતા.
વૈષ્ણવાચાર્ય પરમ પૂજય ગોસ્વામી ૧૦૮ શ્રી દામોદરલાલજી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી સોમયાજી દીક્ષિત વૈષ્ણવાચાર્ય પરમ પૂજય ગોસ્વામી ૧૦૮ શ્રી હરિરાયજી મહોદયના નેતળત્વમાં સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે. ગોંડલ ખાતે નવનિર્મિત ‘શ્રી ગોવિંદકુંજ હવેલી'ના શુભમંગલ ‘શ્રી પુરૂષોત્તમ પ્રતિષ્ઠા મહોત્સવ' અવસરે આ શ્રીમદ્ ભાગવત કથામળત મહોત્સવ અને છપ્પનભોગનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં આચાર્યપીઠ ઉપર બિરાજી વૈષ્ણવાચાર્ય પરમ પૂજય ગોસ્વામી ૧૦૮ શ્રી ગોવર્ધનેશજી મહોદય પોતાની રસમય મધુર વાણીમાં કથાનું રસપાન કરાવશે. કથાના સમય બપોરે ૩ થી ૬ વાગ્યા સુધી રહેશે તો શ્રીજી મનોરથ માટે સમય સાંજે ૬.૩૦ થી ૭.૩૦ સુધી રહેશે. કથાના મુખ્ય મનોરથી અને પૂર્વ પોરબંદર સાંસદ સહિતનો પરિવાર છે.
શ્રીમદ્ ભાગવત કથામળત મહોત્સવના મનોરથી ગૌ.વા. લવજીભાઈ નાયાભાઈ ધડુક, ગૌ.વા. ઉજીબેન લવજીભાઈ ધડુકના સ્મરણાર્થે પૂર્વ પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક, મંજુલાબેન રમેશભાઈ ધડુક, નૈમિશભાઈ રમેશભાઈ ધડુક, મોનાબેન નૈમિષભાઈ ધડુક, સાવનભાઈ ધડુક, ફ્રેનિકુમાર રમેશભાઈ વેકરીયા, દ્રષ્ટિબેન ફ્રેનિકુમાર વેકરીયા, નરેન્દ્રભાઈ લખમણભાઈ ભાલાળા, જીયા, જીવીકા, તેજ અને આહના સહિતના મનોરથી પરિવાર આ ઉત્સવમાં જોડાયા છે.
(11:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
