તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd January 2025
જૂનાગઢથી કન્યાકુમારી સુધી ડ્રગ્સ અંગે જનજાગૃતિ માટે બે યુવાનોની બાઇકયાત્રાઃ એસપીના હસ્તે ફલેગ ઓફ

જૂનાગઢઃ જૂનાગઢ થી કન્યાકુમારી સુધી બાઇક પર સાહસયાત્રા જેનો હેતુ say no to drugs બાઇક રાયડર જશરાજ નિલેશભાઇ મેવચા અને હાર્દિક નિતીનભાઇ કારીયા જૂનાગઢથી કન્યાકુમારી પરત સુધીનું ૬૦૦૦ કિમીનું અંતર ૨૦ દિવસમાં કાપશે. જેમાં ગુજરાત મહારાષ્ટ્ર ગોવા કર્ર્ણાટક તમિલનાડુ આંધ્રપ્રદેશ એમ કુલ ૬ રાજયોની સફર ખેડશે જેનો હેતુ યુવાધનને ડ્રગ્સના દુષણથી દૂર રહેવા અને જનજાગૃતિનો છે.આ બંને બાઇક યાત્રિકોને એસપી હર્ષદ મહેતાએ ફલેગ ઓફ આય એસ થી કચેરી કેમ્પસ ખાતે પ્રસ્થાન કરાવતા તસ્વીરમાં નજરે પડે છે.(અહેવાલઃ વિનુજોશી તસ્વીર મૂકેશ વાધેલા જૂનાગઢ)
(12:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
