તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd January 2025
વિસાવદર સ્ટેટ હાઈવેને જોડતા જુની ચાવંડ-લેરીયા-સુખપુર રોડનુ કામ ૮ દિ' માં પુનઃ ચાલુ ન થાય તો રાઘવજીભાઈ પટેલને રૂબરૂ રજૂઆત
જિ.પં.બાંધકામ ચેરમેન-અધિકારીઓને જિલ્લા ભાજપ મંત્રી કોટીલાનુ એક સપ્તાહનુ એલ્ટીમેટમ

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૨: : જૂનાગઢ જિલ્લા ભાજપના મંત્રી અને લેરીયાના પૂર્વ સરપંચ નરેન્દ્રભાઈ કોટીલાએ જિ.પં.બાંધકામ સમિતિના ચેરમેનને લેખિત રજૂઆતમાં જણાવેલ છે કે, જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા જુનાગઢ-વિસાવદર સ્ટેટ હાઈવેથી જુની ચાવંડ-લેરીયા અને લેરીયાથી સુખપુર રસ્તાનું કામ ધણો સમય પહેલા મંજુર થયેલ છે. જે કામ એજન્સી દ્વારા શરૂ કરવામાં આવેલ અને મેટલ સાઈડ સોલ્ડરની કામગીરી પૂર્ણ કરેલ છે. પરંતુ ઘણા લાંબા સમયથી કોઈપણ કારણોસર આ કામ બંધ છે. મેટલ સપાટી પણ ઉખડી જવા પામેલ છે. જે રીપેરીંગ કરી ડામર સપાટીનું કામ કરવું અનિવાર્ય છે. ગ્રામનાં ખેડુતો તથા રાહદારીઓને માથાનાં દુઃખાવા સમાન આ રસ્તો બની ગયો છે.જેથી આપશ્રીનાં માધ્યમથી અધિકારી તેમજ એજન્સીને સૂચનાં આપી દિવસ-આઠમાં જો કામગીરી શરૂ ન થાય તો આગળ ઉપર રજુઆત કરવાની ફરજ પડશે જેથી સૂચનાં આપવા કોટીલાએ જણાવ્યુ છે. આ અંગે કાર્યપાલક ઈજનેર, નાયબ કાર્યપાલક ઈજનેર પણ ધ્યાન દોરાયુ છે. આઠ દિઙ્ખમાં પરિણામ ન મળ્યે આખરે પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલને રૂબરૂ મળી રજૂઆત કરવા કોટીલા સહિતનુ પ્રતિનિધિ મંડળ ગાંધીનગર દોડી જનાર હોવાનુ કોટીલાએ જણાવ્યુ છે.
(1:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
