તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Thursday, 2nd January 2025
ભુવા કન્યા વિદ્યા મંદિર જોષીપુરા, જૂનાગઢની વિદ્યાર્થિનીઓએ હિંગોળગઢ ખાતે યોજાએલ ‘‘પ્રકૃતિ શિક્ષણશિબિર''માં ભાગ લીધો

જુનાગઢઃ હિંગોળગઢ વન્યજીવ અભ્યારણ્ય અને અરણ્ય ઉદ્યાન ખાતે યોજાએલ પ્રકૃતિ શિક્ષણ શિબિરમાં માતુશ્રી એમ.જી. ભુવા કન્યા વિદ્યા મંદિર-જોષીપુરાની (૪૦) વિદ્યાર્થીઓ સામેલ થઇ હતી. આ તકે મુકેશભાઇ દેસાણી, અધિકારીશ્રીઓએ વિવિધ પ્રશ્નોતરી, જ્ઞાન સાથે ગમ્મતભર્યા સવાંદ અને ડોકયુમેન્ટરી પ્રદર્શનના માધ્યમથી વન્ય પ્રાણી-પક્ષી-વનસ્પતિ, વન્ય સૃષ્ટિ, વન્ય જીવન, વન્ય સંપદા તેમજ પર્યાવરણ જાળવણી અને માનવજીવન ઉપર પ્રાાકૃતિના પ્રભાવ વિશે વિદ્યાર્થીઓને સમજ આપી હતી. શાળાના આચાર્ય જયશ્રીબેન રંગોલિયાની પ્રેરણાથી શિક્ષકો એ.સી.સાયેરિયા, આર. જે. રાણા અને એચ.ડી. પડશાળાની દેખરેખ હેઠળ આ શિબર દરમ્યાન વનભ્રમણનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
આ શિબિરમાં ગીર ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થીઓ માટે સુંદર ઉતારા વ્યવસ્થા, પૌષ્ટિક નાસ્તો અને ભોજનની સુવિધા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી હતી. ઉપરાંત શિબિરના અ઼તે તમામ વિદ્યાર્થિનીઓને પ્રમાણપત્ર અને માહિતીપુસ્તિકા આપીને પ્રત્સાહિત પણ કરવામાં આવી હતી.
આ શિબિરમાં સામેલ થનાર તમામ વિદ્યાર્થિઓને સંસ્થાના ચેરમેન-મેનેજિંગ ટ્રસ્ટીશ્રી જે. કે. ઠેસિયા, જોઇન્ટ મેનેજિંગ ટ્રસ્ટી મૃણાલીનીબેન ગોધાણી, કેમ્પસ ડાયરેકટ સી.પી. રાણપરિયા સહિત સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ, મેનેજમેંટના પ્રતિનિધિશ્રીઓ, મેનેજમેંટના પ્રતિનિધિશ્રીઓ અને શાળા પરીવારે અભિનંદન પાઠવ્યા હતા.
(1:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
