તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd January 2025
ગોંડલના ભુણાવામાં બે ભાઇઓના પરિવારો વચ્ચે ચાલતું મનદુઃખ વકર્યુઃ સશષા ધમાલમાં ૬ ઘવાયા, હત્યાની કોશિષના બે ગુના
વિજયસિંહ જાડેજા અને યશપાલસિંહ જાડેજાની સામ-સામે ફરિયાદઃ કુલ સોળ જણા વિરૂધ્ધ ફરિયાદ દાખલઃ તાલુકા પોલીસે તપાસ આદરી હુમલામાં ઘાયલ ભરતસિંહ જાડેજા, યશપાલસિંહ જાડેજા અને નરેન્દ્રસિંહ જાડેજાને સારવાર માટે રાજકોટ ખસેડાયા છે

રાજકોટ તા. ૨: ગોંડલ તાબેના ભુણાવા ગામે રહેતાં બે ભાઇઓના પરિવારો વચ્ચે વર્ષોથી ચાલી રહેલા ધંધાકીય મનદુઃખને કારણે બંનેના પરિવારજનો મોટી માથાકુટ થઇ જતાં ટોળકીઓ રચી એક બીજા પર સશષા હુમલાઓ કરવામાં આવતાં બંને પક્ષના છ લોકોને ઇજા થઇ હતી. જેમાં ચારને ગંભીર ઇજા પહોંચી હતી. ગોંડલ તાલુકા પોલીસે સામ સામે રાયોટીંગ, હત્યાની કોીશષની કલમો હેઠળ કુલ ૧૬ જણા સામે ગુના દાખલ કર્યા છે.
જાણવા મળ્યા મુબજ ભુણાવા રહેતાં અને ખેતી કરી ગુજરાન ચલાવતાં યશપાલસિંહ સિધ્ધરાજસિંહ જાડેજા (ઉ.વ.૨૫)ની ફરિયાદ પરથી પોલીસે રાજેન્દ્રસિંહ બચુભા જાડેજા, વિજયસિંહ બચુભા જાડેજા, ભગીરથસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા, હરપાલસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા, ઓમદેવસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા, મયુરસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા, કૃષ્ણપાલસિંહ વિજયસિંહ જાડેજા વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. યશપાલસિંહે જણાવ્યું હતું કે પરિવારો વચ્ચે અગાઉથી ધંધાકીય મનદુઃખ બાબતે માથાકુટ ચાલતી હોઇ તેનો ખાર રાખી બધાએ મંડળી રચી છરી, પાઇપ, લાકડીથી હુમલો કરી મને તેમજ મારી સાથેના કુટુંબી ભરતસિંહ જાડેજા અને નરેન્દ્રસિંહ જાડેજાને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. જેમાં મને માથાના ભાગે પાઇપના ઘા ફટકારી જીવલેણ ઇજા પહોંચાડાઇ હતી. તેમજ હાથની આંગળીમાં ફ્રેકચર થઇ ગયું હતું. જ્યારે નરેન્દ્રસિંહને પણ માથામાં ઇજા થઇ હતી. આ બધાએ મારી નાખવાની ધમકી પણ આપી હતી.સામા પક્ષે ભુણાવા રહેતાં વિજયસિંહ બચુભા જાડેજા (ઉ.વ.૪૭)એ પણ ફરિયાદ નોંધાવી છે. તેઓ ખેતી કરી ગુજરાન ચલાવે છે. આરોપી તરીકે તેણે પોતાના જ સગા ભાઇ ભરતસિંહ બચુભા જાડેજા, સિધ્ધરાજસિંહ નીરૂભા જાડેજા, નરેન્દ્રસિંહ નિરૂભા જાડેજા, રૂદ્રરાજસિંહ સંજયસિંહ જાડેજા, લક્કીરાજસિંહ જગુભા જાડેજા, યશપાલસિંહ સિધ્ધરાજસિંહ જાડેજા, અજયરાજસિંહ નરેન્દ્રસિંહ જાડેજા અને મંગા ચાવડા વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. વિજયસિંહે જણાવ્યું હતું કે અમારે અગાઉ ધંધાકીય માથાકુટ ચાલતી હોઇ તેનો ખાર રાખી અમારા જ ભાઇઓ સહિતે ગેરકાયદે મંડળી રચી ધોકા-પાઇપથી હુમલો કરી મને તેમજ મારી સાથેના કૃષ્ણપાલસિંહ અને ઓમદેવસિંહને ફ્રેકચર કરી નાંખી ગંભીર ઇજાઓ પહોંચાડી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. ગોંડલ તાલુકા પીએઅસાઇ આર. આર. સોલંકીએ બંને પક્ષની ફરિયાદ પરથી વિશેષ તપાસ હાથ ધરી છે. રાજકોટ સારવાર માટે ખસેડાયેલા નરેન્દ્રસિંહ, યશપાલસિંહ અને ભરતસિંહ જાડેજા પૈકી ભરતસિંહે કહ્યું હતું કે અમારો ભાઇ રાજેન્દ્રસિંહ સાથે મનદુઃખ ચાલે છે. ગઇકાલે તેઓ બકાલાવાળા મંગાભાઇ સાથે બોલાચાલી કરતાં હોઇ તેને સમજાવવા જતાં જુનુ મનદુઃખ ચાલતુ હોઇ ખાર રાખી હુમલો કરાયો હતો.
(1:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
