તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd January 2025
પૂ. રમેશભાઇ ઓઝાના હસ્તે જીતુભાઇ દ્વારકાવાળાની જીવનયાત્રા ફિલ્મનું લોકાર્પણ
જૂનાગઢમાં સંતોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો : કલાકારો કથાકારો, મહાનુભાવોની ઉપસ્થિતિ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ર : એક એવા હાસ્ય કલાકાર કે જેઓનું નામ દેશ-વિદેશમાં પ્રચલિત છે એવા શ્રી જીતુભાઈ દ્વારકાવાળાની જીવનયાત્રા પર એક સુંદર ફિલ્માંકનનું દસ્તાવેજીકરણ થયેલ છે જેનું તાજેતરમાં ભાગવતાચાર્ય પુજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાનાં વરદ લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં વિશાળ સંખ્યામાં સાધુ-સંતો, કથાકારો, કલાકારો, મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. શ્રી જીતુભાઈની જીવનયાત્રા અંગે મળતી વિગતો પ્રમાણે વંથલી તાલુકાનાં નરેડી ગામમાં પિતા ભુદરજીભાઈ અને માતા રેવાબેનને ત્યાં એક બ્રાહ્મણ પરિવારમાં તેઓનો જન્મ થયો ત્યારબાદ તેમણે દ્વારકા ખાતે ૧ થી ૧૦ ધોરણ સુધીનો એન,ડી,એચ હાઈસ્કૂલમાં અભ્યાસ કરેલ અને સાથે સાથે યાત્રાળુઓ માટે ગાઈડનું કામ પણ કરતાં અને ત્યારે સુરતનાં એક યાત્રાળુ સાથે તેમને અંગત પરિચય કેળવાતા જીતુભાઈને સુરત સાથે લઈ ગયા જ્યાં તેઓએ પાંચ વર્ષ સુધી હીરા ઘસવાનું કામ કરેલ પણ આ તો કલાનો જીવ આસપાસ કયાંય પણ ભજનનો અવાજ સંભળાય એટલે ભજન સાંભળવા પહોંચી જાય અને સાથે મંજીરા પણ વગાડે, અનેક કલાકારો કથાકારો સાથે ઘણાં વર્ષો મંજીરાવાદક તરીકે કામ કર્યું અને સાથે સાથે સાહિત્યકારો અને હાસ્ય કલાકારોને સાંભળી સાંભળીને લોકોને હસાવવાનું શરૂ કર્યું .
હાસ્ય કલાકાર તરીકે સફળ થયા પૂર્વે તેઓનાં સ્કુલકાળ દરમ્યાન ફ્રી પિરિયડમાં સાહેબે જીતુભાઈને કહ્યું કે પાંચ મિનિટ બધા વિદ્યાર્થીઓને હસાવો પરંતુ ત્યારે તેઓ બાળકોને હસાવવામાં નિષ્ફળ ગયા અને ત્યારથી જ તેઓએ નક્કી કર્યું કે મોટો થઈને હાસ્ય કલાકાર જ બનીશ અને લોકોને હસાવીશ .
સૌ પ્રથમ જીસિરીઝ દ્વારા સડેલો જીતુ, જડેલો જીતુ, નડેલો જીતુ આ ત્રણ ઓડિયો કેસેટ બહાર પાડી અને આ કેસેટોને જબરો પ્રતિસાદ મળ્યો ત્યારબાદ દૂરદર્શનમાં ગમ્મત ગુલાલ નામનાં હાસ્યનાં કાર્યક્રમમાંથી જીતુભાઈનું નામ ખુબ પ્રચલિત થયું અને અપાર લોકચાહના મળેલ.
જીતુભાઈએ શરૂઆતમાં પુજ્ય નારાયણ સ્વામી, પદ્મશ્રી હેમંતભાઈ ચૌહાણ, નિરંજન પંડ્યા જેવા ખ્યાતનામ કલાકારો
સાથે હાસ્યનાં કાર્યક્રમો કરેલ તેમજ દેશ ઉપરાંત ૨૪ વખત વિદેશયાત્રા કરેલ જેમાં અમેરિકા, લંડન, કેનેડા, દુબઈ, બહેરીન, આફ્રિકા, ન્યુઝીલેન્ડન, ફીઝી સહિત વિદેશમાં વસતા ગુજરાતીઓને પણ હાસ્યરસથી તરબોળ કરેલ ત્યારબાદ અનેક ગુજરાતી ફિલ્મોમાં પણ હાસ્ય કલાકાર તરીકે અભિનય કરેલ .
પોતાની હાસ્ય કલાકાર તરીકે સાડા ચાર દાયકાની સફરમાં પ્રેરણાષાોત તરીકે પદ્મશ્રી શાહબુદ્દીનભાઈ રાઠોડ રહ્યા કે જેમનાં માર્ગદર્શન પ્રમાણે સ્ટેજની નીચે ઊતરી જવું પણ કયારેય સ્તરથી નીચે ન ઊતરવું અને પરિવાર સાથે બેસીને માણી શકે તેવી હળવી જ્ઞાન સાથે ગમ્મતની વાતો કરી લોકોને આનંદ કરાવવો.
જીતુભાઈનાં પરમ મિત્ર અને જાણીતા લોકગાયક શ્રી રાજુભાઈ ભટ્ટને વિચાર આવ્યો કે જીતુભાઈની ૪૫ વર્ષની હાસ્યક્ષેત્રની જીવનયાત્રા પર એક ફિલ્મ બનવી જોઈએ અને એ વિચાર એમણે જીતુભાઈનાં દિકરા દર્શન દ્વારકાવાળા સમક્ષ મૂકયો અને જુનાગઢનાં જ વતની ૩૫ વર્ષથી ગુજરાતી ફિલ્મ જગતમાં ગુંજતું નામ એટલે શ્રી અભિલાષ ઘોડા અને પાર્થ ભટ્ટ દ્વારા ફિલ્મનું નિર્માણ થયું અને આ ફિલ્મ ઙ્કજીતુભાઈ દ્વારકાવાળા ઓફિસીયલ યુ-ટયૂબ ચેનલ પર આપ નિહાળી શકશો તો જોવાનું ચૂકશો નહિ.
અને આ તકે ચાહકોનો જીતુભાઈ દ્વારકાવાળા પરિવારે હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરેલ
(1:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
