તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd January 2025
ખંભાળીયામાં ચારણ ગઢવી સમાજ દ્વારા સોનલ બીજની ઉજવણી
ચારણગઢવી સમાજના ઇસ્ટ દેવી સોનલ માતાજીના ૧૦૧ માં જન્મદિનની નવલી યોજાતા સોનલબીજ ઉત્સવની જેમ ધામધૂમ પૂર્વક કરાઇ હતી.

જોધપુર ગેઇટ પાસે આવેલા શ્રી મોમાઇ માતાજીના મંદિરથી સોનલમાતાજીની શોભાયાત્રામાં શણગારેલા રથમાં નીકળી હતી જેમાં ઠેર ઠેર ફટાકડા ફોડી તથા પુષ્પોના વરસાદથી સ્વાગત થયું હતું. તથા શહેરના મુખ્ય રસ્તાઓ જોધપુર ગેઇટ, નગર ગેઇટ, સિનેમા રોડ,ચારરસ્તા જડેબા રોડ થઇને આ યાત્રા વિશાળ સંખ્યામાં ચારણ ગઢવી તથા બહેનો અગ્રણીઓ તથા કુમારીકાઓ સાથે અસીમ ગુલાબની છોળ ઉડાડતી ઢોલ નગારાનાસુર સાથે નીકળી હતી. સોનલધામ જડેશ્વર પાસે સોનલ માતાજી ના મંદિરે તથા આ વર્ષના દાતા વાલાભાઇ દેરાજભાઇ મુનનું અગ્રણી સમાજ દ્વારા સન્માન કરાયું હતું તથા માતાજીનો ભકતો દ્વારા આર્શીવચન પાઠવાયા હતા તથા બપોરે પ્રસાદી તથા સાંજે ચારણી સમાજની પરંપરાગત રમતો યોજાઇ હતી તથા સાંજે સંધ્યા આરતી તથા સંતવાણી કાર્યક્રમ પ્રસિધ્ધ કલાકારો બ્રીજદાન ગઢવી, વિજયભાઇ ગઢવી, સાગરદાન ગઢવીની ઉપસ્થિતિમાં યોજાયો હતો. સમગ્ર કાર્યક્રમોમાં ખંભાળિયા શહેર તથા દ્વારકા જિલ્લા તથા સોૈરાષ્ટ્ર માંથી લોકો મોટી સંખ્યામાં ઉમટયા હતા.
(1:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
