તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd January 2025
પીઠડીયા ટોલપ્લાઝા સહિત વીરપુર ટાઉન માં ચેકીંગ...

વીરપુરઃ યાત્રાધામ વીરપુરના પ્રવેશ દ્વાર તેમજ વીરપુર શહેરમાં પોલીસે કડક ચેકીંગ શરૂ કરવામાં આવ્યું હતું જેમાં હાઇવે પરથી વીરપુરમાં પ્રવેશતા વાહનોનું સઘન ચેકીંગ કરી અને બહારથી વીરપુર આવતા લોકોનું બ્રેથ એનેલાઇઝર દ્વારા પણ ચેકીંગ કરવામાં આવ્યુ હતું કે કોઈ કેફીપીણું કે દારૂ પીને ડ્રિન્ક એન્ડ દ્રાઇવ સાથે કોઈ વાહન ચાલકો અથવા તો કોઈ વાહનોમાં ૩૧મીની પાર્ટી માટે દારૂની હેરેફેરીતો નથી કરવામાં આવી રહીને જેમને લઈને વીરપુરમાં પોલીસ દ્વારા કડક બંદોબસ્ત સાથે પીઆઈ એસ.જી.રાઠોડ દ્વારા બોડિવોન કેમેરા સાથે પોલીસ સ્ટાફની અલગ અલગ ટિમો પણ બનાવવામાં આવી અને વીરપુર ટાઉન સહિત પીઠડીયા ટોલપ્લાઝાએ તેમજ ૧૮ જેટલા ગામોમાં કડક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું.(તસ્વીર- કિશનસિંહ મોરબીયા)
(1:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
