<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd January 2025

પોરબંદરમાં પૂર્વ પ્રેમિકાની સામે ધોકા-પાઇપના ઘા ઝીંકી યુવાનની હત્‍યા કરનારા ત્રણેય આરોપી ઝડપાયા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. રઃ પ્રેમ પ્રકરણમાં સમાધાન સમયે માથાકુટમાં પૂર્વ પ્રેમિકાની સામે હિતેશ ઉર્ફે હીરેનની ધોકા-પાઇપ વડે હત્‍યા કરી નાસી ગયેલા પૂર્વ પ્રેમિકા હેતલનો પતિ રમેશ ચના તથા હેતલનો ભાઇ સંજય મોઢવાડીયા તથા રાહુલ ઉર્ફે લાખો નામના શખ્‍સ ત્રણેયને પોલીસે ગણતરીના દિવસોમાં પકડી લઇને પાંચ દિવસ પહેલા કરણ ભનાભાઇ કારાવદરા (ઉ.વ. ર૪) પોતાની ફરીયાદ કરેલ કે. પોતાના મોટાભાઈ હિતેશ ઉર્ફે હિરેન ભનાભાઈ કારાવદરા ને આરોપી સંજય મોઢવાડીયાની બહેન તથા આરોપી રમેશ કેશવાલાની પત્‍ની હેતલ મોઢવાડીયા સાથે અગાઉ પ્રેમ સબંધ હોય. જે વાતનું મનદુઃખ રાખી અને આરોપી સંજય મોઢવાડીયા તથા રમેશ કેશવાલા તથા તેમની સાથે આવેલ અજાણ્‍યા માણસે લોખંડના ધારદાર પાઈપો વડે અને આરોપી રાહુલ ઉર્ફે લીખો કેશવાલાએ લાકડાના ધોકા વડે ફરિયાદીના ભાઈને મારી નાખવાના ઈરાદે શરીરે તથા માથાના ભાગે આડેધડ લોખંડના પાઈપો તથા ધોકાના ઘા મારી, ફરિયાદીના ભાઈને જીવલેણ ઈજાઓ પહોચાડી આરોપીઓએ ગુન્‍હો કરવામાં એકબીજાની મદદગારી કરી, જીલ્લા મેજીસ્‍ટ્રેટશ્રી પોરબંદરના હથિયાર બંધી જાહેરનામાનો ભંગ કરી ગુન્‍હો કરેલ હોય. જે અંગે ફરીયાદીશ્રીએ ઉદ્યોગનગર પોલીસ સ્‍ટેશનમાં ગુ.ર.નં. ક. ૧૦૯(૧), ૫૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબની ફરીયાદ આપતા ગુન્‍હો રજી. થયેલ, બાદ આ કામના ભોગ બનનાર હિતેશ ઉર્ફે હિરેન ભનાભાઈ કારાવદરા સારવાર દરમ્‍યાન મરણ જતા બનાવ ખુનની કોશીષમાંથી ખુનમાં પરીણમતા ગુનાની ગંભીરતા ધ્‍યાને લેવાય હતી.

 હત્‍યાના આરોપીઓને સત્‍વરે શોધી કાઢવા એલ.સી.બી., એસ.ઓ.જી., પેરોલ ફર્લો સ્‍કોડ તથા ઉદ્યોગનગર પોલીસ સ્‍ટાફની અલગ-અલગ ટીમો બનાવવામા આવેલ  એલ.સી.બી. સ્‍ટાફ દ્વારા ટેકનીકલ સોર્સ તથા ખાનગી બાતમીદારો મારફતે તપાસ કરતા એલ.સી.બી માં ફરજ બજાવતા હે.કો. હીમાંશુભાઇ મક્કા તથા જીતુભાઇ દાસા તથા પો.કો. નટવરભાઇ ઓડેદરાને બાતમી અને આધારભુત હકીકત મળેલ કે, ઉપરોકત ગુન્‍હામાં સંડોવાયેલ આરોપીઓ કોલીખડા થી આદિત્‍યાણા રોડ સીમ વિસ્‍તારમાં આવનાર છે. જેથી એલ.સી.બી.ની ટીમને તુરત જ ખંભાળા ગામના પાટીયા પાસે વોચમાં ગોઠવી સદર ગુનાના આરોપીઓ સંજય રાજુભાઈ મોઢવાડીયા, રમેશ ચનાભાઇ કેશવાલા  હરીઓમ સોસાયટી તા. રાણાવાવજી,પોરબંદર,તથા રાહુલ ઉર્ફે લીખો ચનાભાઇ કેશવાલા ઉ.વ.૨૩ રહે. ત્રણેય રાણાવાવ વાળાને પકડી લીધા હતાં.

હત્‍યાના ત્રણેય આરોપીને પકડવાની આ કામગીરીમાં LCB I/C PI શ્રી આર. કે.કાંબરીયા તથા ASI બટુકભાઇ વિંઝુડા, રાજેન્‍દ્રભાઇ જોષી, રણજીતસિંહ દયાતર, ગોવિંદભાઇ મકવાણા, મુકેશભાઈ માવદીયા તથા HC ઉદયભાઇ વરૂ, સલીમભાઇ પઠાણ, ઉપેન્‍દ્રસિંહ જાડેજા. હીમાંશુભાઇ મક્કા, કુલદીપસિંહ જાડેજા, વિપુલભાઇ ઝાલા, લક્ષ્મણભાઇ ઓડેદરા, જીતુભાઇ દાસા તથા WHC નાથીબેન કુછડીયા તથા PC નટવરભાઇ ઓડેદરા, વિરેન્‍દ્રસિંહ પરમાર. દુલાભાઇ ઓડેદરા, અજયભાઇ ચૌહાણ તથા ડ્રા. PC રોહિતભાઈ વસાવા વિગેરે રોકાયેલ હતા.

(1:25 PM IST)