<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd January 2025

કચ્‍છના માંડવીમાં બેકાબૂ કાર પલ્‍ટી જતા બે આશાસ્‍પદ યુવાનોના કરુણ મોત

મોડી રાત્રે ચા નાસ્તો કરવા ગયા અને કાળ આંબ્યો, પિયાવા ગામ નજીક નર્મદા કેનાલ ઉપરના ખાડા ટેકરાવાળા માર્ગે દુર્ઘટના

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૩ :.. કચ્‍છના માંડવી મધ્‍યે રહેતા બે યુવાન મિત્રોના અકસ્‍માતમાં મોત નીપજતા અરેરાટી છવાઈ ગઈ છે. માંડવી શહેરથી નજીક આવેલ કોડાયપુલ ચોકડી ઉપર રાત્રે ચા નાસ્‍તો કરવા જતી વખતે આ દુર્ઘટના બની હતી. બંને યુવાનો પિયાવા ગામના વાડી વિસ્‍તારમાંથી નર્મદા કેનાલ ઉપર બનેલ રોડ ઉપરથી કારમાં જઈ રહ્યા હતા. ત્‍યારે ઉબડ ખાબડ વાળા રસ્‍તે ચાલકે કાબૂ ગુમાવતા કાર પલ્‍ટી ખાઈ ગઈ હતી પરિણામે કારમાં રહેલા બે નવયુવાન મિત્રો  ૧૯ વર્ષીય હિતરાજસિંહ સરદારસિંહ પલ અને ૨૧ વર્ષીય સાવનગર નારાયણગર ગોસ્‍વામીના કરુણ મોત નીપજ્‍યા હતા. બંનેના પરિવારો મૂળ અબડાસા તા.ના છે અને હાલે રિદ્ધિ સિદ્ધિ નગર, જૈન આશ્રમ પાસે માંડવી મધ્‍યે રહે છે. પોલીસે અકસ્‍માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(10:47 AM IST)