<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd January 2025

ભૂજમાં ટયુશન ટીચરે સગીર દીકરીની છેડતી કરતા ચકચાર : કીસ કરી ગળે બટકું ભરી લીધું

(વિનોદ ગાલા દ્વારા) ભૂજ, તા. ૩ :  ગુરુ ની ગરિમા અને વળદ્ધત્‍વની ઉમરને લજાવતા કિસ્‍સાએ ભુજમાં ચકચાર સર્જી છે. પોલીસ ચોપડે નોંધાયેલી ફરિયાદ મુજબ ભુજની ભાગોળે માધાપર ગામે ટયુશન ક્‍લાસ ચલાવતા શિક્ષક અને આર્મીમાંથી નિવળત્ત થયેલ ૬૫ વર્ષીય અબ્‍બાસ મંડલે તેના પાસે ટયુશન ભણવા આવતી ૧૧ વર્ષીય માસૂમ સગીર દીકરીની છેડતી કરી હતી. આ ૬૫ વર્ષીય ઢગા શિક્ષકે સગીર બાળકીને કીસ કરી ગળે બટકું ભરી લીધું હતું. બાદમાં મારી નાખવાની ધમકી આપી હતી. બાળકી એ ઘેર વાત કરતાં ફરિયાદ નોંધાવાઈ હતી. પોલીસે આરોપી ની અટકાયત કરી લીધી છે. આજે તેને કોર્ટમાં રજૂ કરાશે.

(10:47 AM IST)