News of Friday, 3rd January 2025
સબૂરી ડેમની મુલાકાત લેતાં પાણી પુરવઠા મંત્રી

વઢવાણઃ સુરેન્દ્રનગર જિલ્લામાં ગુજરાત સરકારના જળ સંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગનાં કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ મુળી તાલુકામાં ઉમરડા ગામ ખાતે આવેલા સબૂરી ડેમની મુલાકાત લીધી હતી. આ તકે મંત્રીશ્રીએ ઉપસ્થિત સર્વે ગ્રામજનોનાં સબૂરી ડેમની ઊંચાઈ અને ઊંડાઈ વધારવા તેમજ સૌની યોજનાથી ભરવા સહિતનાં પ્રશ્નો સાંભળ્યા હતા. ઉમરડા ગામ સહિતનાં આસપાસના ખેડૂતો સબૂરી ડેમ થકી પિયત લઈ રહ્યા છે. જો ડેમને સૌની યોજનાથી ભરવામાં આવે તો ખેડૂતોને સિંચાઇનો સારો લાભ મળી શકે. મંત્રીએ પણ શકય તમામ પ્રયત્નો કરવામાં આવશે તેવો ભાવ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત ગ્રામજનો દ્વારા મંત્રીશ્રીનું સાલ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રીએ ડેમ સાઈટની પણ મુલાકાત કરી જાત નિરીક્ષણ કર્યું હતું. તેમજ સંલગ્ન અધિકારીશ્રીઓને માર્ગદર્શન આપ્યું હતું. મંત્રીશ્રીની આ મુલાકાતમાં ચોટીલા પ્રાંત અધિકારી કલ્પેશકુમાર શર્મા, મૂળી મામલતદાર આર. એમ. પટેલ, સહિત સ્થાનિક આગેવાનશ્રીઓ તેમજ પાણી પુરવઠા અને સિંચાઈ સંબંધિત વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
(11:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
