તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 3rd January 2025
અમરેલીમાંસ્ત્રીની ગરીમાનું સરેઆમ ઉલ્લંઘનઃ પગલા ભરવા ગોંડલમાં આવેદન

(જયસ્વાલ ન્યુઝ દ્વારા) ગોંડલ, તા., ૩: અમરેલીમા઼ મહિલા આરોપીની જાહેરમાં પરેડ સામે ગોંડલમાં પણ ઘેરા પડઘા પડયા છે. પટેલ આગેવાનોએ અહીના ડે. કલેકટર મારફત જીલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવી તમામ જવાબદાર પોલીસ અધિકારીઓ સામે સખત પગલા લેવા માંગ કરી છે.
ગોંડલ લેઉવા પટેલ હિત રક્ષક સમીતીના આગેવાનો યોગેશભાઇ કાછડીયા, રાજેશભાઇ સખીયા, જયસુખભાઇ વઘાસીયા, વલ્લભભાઇ ઠુંમર, સુરેશભાઇ ભટ્ટી, દિનેશભાઇ પાંભર, હર્ષદસિંહ ઝાલા વગેરેએ જીલ્લા કલેકટર આવેદન પાઠવી જણાવ્યું છે કે અમરેલીના પોલીસ મથકમાં તા.ર૮-૧ર-ર૪ના રોજ નોંધાયેલા ગુનાના આરોપી પાયલબેન ગોરીનું અમરેલી પોલીસે જાહેરમાં સરઘસ કાઢયું હતું અને આ અંગેની પ્રીન્ટ મીડીયા તથા ઇલેકટ્રીક મીડીયાથી જાણ થઇ છે. એકસ્ત્રીની ગરીમાનું સરેઆમ ઉલ્લંઘન થયું છે અને માનવ અધિકારી કાયદાનો ભંગ થયો છે.
રાજયમાં મહિલા આરોપી સામેના આવા વર્તનનો કદાચ પહેલો બનાવ હશે. ગુના રિ-કન્સ્ટ્રકશનના નામે પોલીસે કરેલા કૃત્યને ગંભીર ગણી આવો આદેશ કરનાર પોલીસ અધિકારી તેમાં સંડોવાયેલા તમામ જવાબદારો સામે કડક પગલા લેવા અને આરોપી દિકરીની ભુમીકા અંગે સ્પષ્ટ અહેવાલ કોર્ટમાં રજુ કરવા અને જીલ્લા કક્ષાએથી લગભ કર્મચારીને લેખીત કાર્યવાહી કરવા આ આવેદનમાં રજુઆત કરવામાં આવી છે.
(11:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
