News of Friday, 3rd January 2025
ડિજિટલ એરેસ્ટના નામે ભાવનગરના બિલ્ડિંગ કોન્ટ્રાકટરને ખંખેરનાર શખ્સ ઝડપાયો

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૩: મહિલા કોલેજ સર્કલ પાસે આવેલ મહિલા કોલેજ પાછળ રહેતા અને પુના ખાતે કન્ટ્રક્શનનું કામકાજ કરતા મયુરભાઈ જીવરાજભાઈ પટેલ ( ઉં.વ.૬૫ ) ને અજાણ્યા શખ્સોએ તેમના નામના પાર્સલમાં ડ્રગ્સ અને ગેરકાયદેસર વસ્તુઓ મોકલેલ હોવાનું જણાવી, પોતે સીબીઆઇ તથા પોલીસમાં હોવાની ખોટી ઓળખ આપી મયુરભાઈના નામનું ઈડી તેમજ સુઙ્કીમ કોર્ટના બનાવટી લેટર અને વોરંટ મોકલી તેમને ડિજિટલ એરેસ્ટ થતી હોવાનું જણાવી સિકયુરિટી ડિપોઝિટ ના નામે રૂ.૧૫ લાખ મેળવી લઈ છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો હતો.
પોતાની સાથે ઠગાઈ થઇ હોવાનું જણાતા મયુરભાઈએ જાગળતિ દાખવી તાત્કાલિક સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે અજાણ્યા ઈસમો વિરુદ્ધ બી.એન.એસ. ની વિવિધ કલમ તેમજ આઇ.ટી. એકની કલમ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ બનાવ અંગે સાઇબર ક્રાઇમ પોલીસે ધનંજય મુકેશભાઈ પુરોહિત ( ઉં. વ.ર૩ ધંધો વેપાર ,રહે સંજેલી મેઈન બજાર, સરકારી દવાખાના પાસે તા. સંજેલી, જિ. દાહોદ ) ની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. સાયબર પોલીસે ઝડપાયેલા શખ્સની પૂછપરછ કરી આ ગુનામાં સંડોવાયેલ અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે
(11:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
