News of Friday, 3rd January 2025
કથાઓની પરંપરામાં રાષ્ટ્ર કથા શિબિર એક વિશેષ પ્રકારની કથા : અન્નપૂર્ણાદેવી
પ્રાંસલામાં સ્વામી ધર્મબંધુજી પ્રેરિત વૈદિક મિશન ટ્રસ્ટ આયોજીત રપ મી રાષ્ટ્રકથા શિબીરમાં કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રીની ઉપસ્થિતિ

(દિનેશ પરમાર દ્વારા) પ્રાંસલા, તા. ૩: સ્વામી ધર્મબંધુજી દ્વારા આયોજીત રાષ્ટ્રકથા શિબીરના આજે છઠ્ઠા દિવસના પ્રવચન સત્રને કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપુર્ણા દેવી, સુપ્રિમ કોર્ટના નિવળત જસ્ટીસ દિનેશ મહેશ્વરી અને મોર્ગન સ્ટેનલી ઈન્ડિયાના મેને. ડિરેક્ટર રિધમ દેસાઈ એ સંબોધ્યું હતું.
સ્વામી ધર્મબંધુજીએ શિબિરાર્થીઓને ઉમદા વિદ્યાર્થી બનવા માટે અપનાવવા લાયક ગુણો વિશે સમજાવતા કહ્યું હતું કે, સૌથી પહેલા જરૂરી છે વિદ્યાર્થીએ પોતાની કાર્યનીતિ ઘડવી જોઇએ અર્થાત સૌથી પહેલા કયો અભ્યાસ કરવો, કેટલા કલાક વાંચવું, કેટલા વાગ્યે રમત અને કસરત કરવી, કેટલો સમય મિત્રો સાથે ગાળવો, કેટલો આરામ કરવો. એકવાર આ કાર્યનીતિ ઘડાઇ જાય પછી તેને અનુશાસનથી અનુસરવી. નક્કી કરાયેલ ધ્યેય પ્રાપ્તિમાં પરિસ્થિતીને અનુસાર જરૂર જણાય ત્યાં તેમાં ફેરફાર કરવાની લવચીકતા હોવી જોઇએ. રૂઢીવાદી કે દેખાડો કરનાર ના બનતા જેવા છો તેવા જ દેખાવોનો પ્રયાસ કરો. આ માટે સતત પોતાનું સ્વમુલ્યાંકન કરતાં રહો. હંમેશા બાળક જેવી કલ્પના શક્તિ જાળવી રાખો અને જયાં પણ મનમાં પ્ર‘ ઉદ્દભવે તેના વિશે શીખવા, સમજવાની કોશિષ કરો અને પોતાના કાર્ય પ્રત્યે ઝનૂન રાખો.
કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપુર્ણા દેવીએ શિબિરાર્થીઓને પ્રેરક સંબોધતા જણાવેલ કે, દેશભરમાં ચાલતી અધ્યાત્મ ક્ષેત્રની કથાઓના પરંપરાઓમાં આ એક વિશેષ પ્રકારની કથા છે જેમાં ભારતની ભાવિ પેઢીને રાષ્ટ્રની સેવા કરવા, વિકસિત તેમજ સુરક્ષિત રાખવાની દિશામાં પ્રોત્સાહિત કરવામાં આવે છે.
વધુમાં મંત્રીશ્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના એક રહોગે તો સેફ રહોગે નારાના ઉચ્ચારીને જણાવેલ કે, અત્રે ભારતના વિવિધ રાજયના શિબિરાર્થી ભાઈ-બહેનોને દેશની વિવિધતાઓથી પ્રત્યક્ષ પરિચય કરાવીને રાષ્ટ્રીય એકતાના અનિવાર્યતાના પ્રત્યક્ષ પદાર્થ પાઠ શીખવવામાં આવે છે.
વૈદિક મિશન ટ્રસ્ટના ટ્રસ્ટી અને સુપ્રિમ કોર્ટના નિવળત જસ્ટીસ દિનેશ મહેશ્વરીએ જણાવ્યું હતું કે, શ્રવણ કરવાના સાત પ્રકાર સાંભળવાને અવગણવું, સાંભળતા ન હોવા છતાં તેવો દેખાવ કરવો, માત્ર પસંદગીનું જ સાંભળવું, ધ્યાનપૂર્વક સાંભળવું અને તમામથી શ્રેષ્ઠ પ્રકાર છે સમાનુભવથી સાંભળવું જેમ બોલનાર વ્યક્તિના ભાવો સાથે જોડાઈને શ્રવણ કરવાનું હોય છે. જે ન્યાયાલયમાં ન્યાયધીશ માટે અનિવાર્ય છે.
મોર્ગન સ્ટેનલી ઈન્ડિયાના ભારત ખાતેના મેને. ડિરેક્ટર અને અર્થશાષાી રિધમ દેસાઈએ સાંપ્રત સમયમાં રાષ્ટ્રની આર્થિક ઉન્નતિ થાય તેવા મુખ્ય પરિબળોની છણાવટ કરતાં જણાવેલ કે, આપણે ત્યાં વિશાળ બજાર માટે વિશાળ જનસંખ્યા ધરાવતું રાષ્ટ્ર છે, છેલ્લા દસકામાં સાનુકુળ સામાજિક પરિવર્તનો આવ્યા છે જેમ કે કન્યાઓના જન્મદરમાં વળધ્ધિ, મહિલાઓની આર્થિક ક્ષેત્રમાં વધતી સંખ્યા. આ ઉપરાંત ભારત સરકાર દ્વારા વ્યવસાય માટે પ્રેરક સ્ટાર્ટ અપ, મેઇક ઇન ઇન્ડિયા, ઇઝ ઓફ ડુંઇગ, ડિઝીટલ ઇન્ડિયા વિગેરે પોલિસીના લીધે આથિક ક્ષેત્રે સ્થિરતા જોવા મળે છે. રોડ- રસ્તા વિગેરે ઇન્ફ્રાસ્ટ્રચર નિર્માણ માટે વિશેષ પ્રયાસો થઈ રહ્યા છે. ભૂરાજનીતિમાં નોન-એલાઈનમેન્ટમાંથી ફેરફાર કરીને રાષ્ટ્રહિતમાં દરેક સાથે જોડાણની નીતિનો સમાવેશ થાય છે.
તેમણે જણાવેલ કે, સંપતિવાન બનવા માટેના બે રસ્તા છે. એક, જેનામાં વ્યવસાય કરવાનું કૌશલ્ય અને સાહસ છે એ લોકો જરૂરી મુડી, શ્રમ, ભુમિ વિગેરેને જોડીને વ્યવસાય કરી શકે છે. પરંતુ જેની પાસે સાહસ નથી તેઓ નોકરી કરીને પગારમાંથી બચત કરીને અને બચતના ૩૦ થી ૪૦ ટકા શેર બજાર અથવા મ્યુચયલ ફંડમાં રોકાણ કરીને સંપતિમાં વળધ્ધિ કરી શકે છે.
રૉના નિવળત અધિકારી આર. એન. સિંગ એ પ્રોક્ષી વોરથી સાવધાન રહેવા વિશે સમજાવેલ. ટંકારાથી મહિર્ષ દયાનન્દ આશ્રમના આચાર્ય રામદેવજી એ પણ પ્રેર્ક સંબોધન કર્યુ હતું.
આજે ભારત સરકારના અધિક સંરક્ષણ સચિવ દિપ્તિ મોહન ચાવલા નૌકાદળના વડા એડમિરલ દિનેશકુમાર ત્રિપાઠી ભ્સ્લ્પ્, ખ્સ્લ્પ્, ફપ્ વડાપ્રધાન કાર્યાલયના સાયબર સુરક્ષાના પૂર્વ ડિરેકટર ગુલશન રાય નિવળત એમ્બેસડર અનીલ ગુનાયત, ઘ્ઘ્પ્ગ્ના ડિરેકટર ડૉ. વિનય નંદીકુરી ઘ્લ્ત્ય્ના ડિરેકટર ડૉ.એન. કલાઈસેલ્વી ઉપસ્થિત રહ્યા છે.
(1:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
