<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd January 2025

બારોટજીના ચોપડે રઘુવંશીઓની ૧૬૬ અટકોનો લેખીત ઇતિહાસ

શ્રી નિકુલ બારોટજી પાસેથી ૩૦૦ પેઢીઓના ઇતિહાસ જાણી શકાય રાજકોટઃ રઘુવંશીઓ મૂળ ક્ષત્રિય હતા. નિકુલજી બારોટ પાસે લેખિત ઇતિહાસ છે.

રઘુવંશીની મૂળ અટક ૮૪ હતીઃ ૧૦૩૨  વર્ષ પૂર્વે પ્રથમ રઘુવંશી મેળાવડામાં અન્‍ય અટકો ઉમેરાઈ હતી. પરંપરા ગત રીતે રઘુવંશી પરિવારોએ કુળદેવીનાં: નીવેદ્ય કરવા જરૂરી છે. કરદેવી એટલે કે ચડાવ દેવી ના નીવેદ્ય અલગ થી કરવા જરૂરી નથી હોતા. દરેક સમાજ ની જેમ રઘુવંશી પરિવારો એ પણ પોતાના બારોટજી ના ચોપડે વંશ પરંપરા ગત ઉત્તરોતર પરિવાર ના નામો લખાવી વંશાવળી અપડેટ કરાવી જોઈએ.પોતાના બારોટ પાસે દરેક વ્‍યક્‍તિ એ વંશાવળી જીવંત રાખવી જોઈએ... નિકુલભાઈ બારોટ પાસે રઘુવંશી ઓ ઉપરાંતઃ નાડોદા રાજપૂત સમાજ તેમજ સોરઠીયા રજપૂત સમાજ ની અમુક અટકો તેમજ કડવા.લેઉવા પાટીદાર ની અમુક અટકો તેમજ જૈન સમાજ ની અમુક અટકો નાં વંશ વારસા ગત ચોપડા છે.

નિકુલભાઈ બારોટ પાસે રઘુવંશી સમાજ ની ૧૬૬ અટકો નાં ચોપડા છે.જેમાં આશરે ૩૦૦ પેઢી ઓનો ઇતિહાસ જાણવો શકયઃ લગ્ન ઙ્કસંગે કંકોત્રી બારોટજી ને મોકલીઃ તેમની થતી યોગ્‍ય દક્ષિણા ચૂકવીને પત્‍ની નું નામ ગૌત્ર માં ભેળવો અને પૂત્ર નું નામ પણ દક્ષિણા ચૂકવી વંશ પુરાણ જીવંત રાખો.પુત્રી નું નામ નોંધાવવા ની કોઈ દક્ષિણા સ્‍વીકાર્ય નથી હોતી.કારણ તે પર ગૌત્ર માં જવાની હોવાથી. ઠક્કર શબ્‍દ અપભ્રંશ છે.મૂળ શબ્‍દ ઠાકોર છે. પહેલા સહીઓ ઠક્કર ઠ.ના લખતા. ઠા. મૂળ શબ્‍દ લખતા.

આવી અસંખ્‍ય વિગતો માટે  નિકુલભાઈ. એચ.બારોટ,    ૮૦ ફૂટ રોડ. સન ફલાવર    સ્‍કૂલ રોડ. પ્રાઈમ રેસીડેન્‍સી.૩ ફ્‌લોર ફ્‌લેટ નં.૩૦૨.સુરેન્‍દ્રનગર, મો.૯૯૧૩૬ ૭૯૩૬૯ નંબર ઉપર સંપર્ક થઇ શકે છે.

ઇતિહાસનું પુસ્‍તક

રંગ છે રઘુવંશીને

રાજકોટઃ શ્રી નિકુલ બારોટજીના ચોપડાના આધારે રંગ છે રઘુવંશીને પુસ્‍તક પ્રકાશીત થયું છે. આ પુસ્‍તકમાં રઘુવંશીઓની વિવિધ અટકોના શહીદવીરોનો પ૦ પાળીયાનો ઇતિહાસ તસ્‍વીરો સાથે પ્રકાશીત થયો છે.

 આકર્ષક મુખપૃષ્‍ઠ ધરાવતા આ રંગીન પુસ્‍તક પ્રાપ્ત કરવા શ્રી નિકુલજી બારોટ મો. ૯૯૧૬૬ ૭૯૩૬૯, નંબર પર સંપર્ક થઇ શકે છે.

(11:55 AM IST)