News of Friday, 3rd January 2025
માર્કેટયાર્ડ સાવરકુંડલામાં નવા ચણાની આવક ::હરરાજીમાં મુહુર્તમાં રૂા ૧૭૦૧/- પ્રતિમણના ભાવ બોલાયા
ખેડુતો તથા વેપારીઓને મો મોઠું કરાવતા ચેરમેન દિ૫કભાઇ માલાણી તથા સ્ટાફગણ

(ઈકબાલ ગોરી દ્વારા)સાવરકુંડલા તા.૩ : આજરોજ સાવરકુંડલા માર્કેટયાર્ડમાં સિઝનના નવા ચણાની આવક હાડીડા ગામના ખેડુત ભીમજીભાઇ કલ્યાણભાઇ ઘોડાદરા એ રામાણી ટ્રેડીંગના કમીશનમાં વેચવા માટે આવેલ. સિઝનના નવા ચણાની આવકના આજરોજ શ્રીગણેશ થયેલ હોય, જેનું *ચેરમેન દિ૫કભાઇ માલાણી ના હસ્તે વિઘીસર પુજન કરી શ્રીફળ વઘેરીને ખેડુતો તથા વેપારીશ્રીઓનું મો મીઠુ કરાવીને હરરાજી ની શુભ શરૂઆત કરવામાં આવી અને ચણા ખરીદનાર વેપારીશ્રીઓ તેમજ યાર્ડના સેક્રેટરીશ્રી જે.વી.માલાણી તેમજ સ્ટાફગણ અને ડીરેકટરશ્રીઓની ઉ૫સ્થિતીમાં ચણા ખરીદનાર વેપારીઓમાં મુહુર્તના ચણા ખરીદવા માટે બોલીઓ બોલવામાં આવતા વેપારીશ્રી રૂદ્ર એન્ટરપ્રાઇઝ દ્વારા રૂા.૧૭૦૧/- ની ઉચી બોલી બોલીને ચણાની ખરીદ કરેલ. જેથી મુહુર્ત ના સારા ભાવ બોલાતા ખેડુતોમાં ૫ણ ખુશીનો માહોલ છવાયો હતો.
(11:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
