<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd January 2025

જુનાગઢ - જીલ્લામાં વાહન ચેકીંગ દરમિયાન ૭૧૨ શખ્‍સો સામે કાર્યવાહી

એસ.પી હર્ષદ મહેતાની આગેવાનીમાં પોલીસ દ્વારા ચેકીંગ ડ્રાઇવ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૩: નાતાલ અને નવા વર્ષ (૩૧) ને ધ્‍યાને રાખી તથા કાયદો અને વ્‍યવસ્‍થાના સંદર્ભમાં જૂનાગઢ જિલ્લામાં પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા ની સુચના અન્‍વયે પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા ના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જિલ્લાના દરેક પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં વાહન ચેકીંગ ડ્રાઇવની કામગીરી કરાવવામાં આવેલ હતી અને ૭૧૨ શખ્‍સો સામે કાર્યવાહી કરી છે.

જૂનાગઢ શહેર તથા તાલુકા વિસ્‍તારમાં સદરહું ડ્રાઇવ દરમિયાન જૂનાગઢ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક  હિતેષ ધાંધલ્‍યા, જુનાગઢ ગ્રામ્‍ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક  એન.એચ.શીરોયા, કેશોદ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક બી.સી.ઠકકર તથા માંગરોળ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડી.વી.કોડીયાતર નાઓ દ્વારા તેઓના કાર્યક્ષેત્ર હેઠળના પોલીસ સ્‍ટેશનનાં થાણા અધિકારીશ્રીઓ તથા પોલીસ કર્મચારીઓ મળી કુલ-૭૦૦ જેટલા પોલીસ અધિકારી/કર્મચારીઓ દ્વારા અલગ અલગ જગ્‍યાએ ૧૬ ચેકપોસ્‍ટો બનાવી ટ્રાફિક નિયમો તથા ૩૧૪ અનુસંધાને કેફી પીણાનું સેવન કરી કાયદાનો ભંગ કરતા ઇસમો વિરૂધ્‍ધ નિયમોનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ જેમાં અલગ અલગ પોલીસ અધિકારી/કર્મચારીઓની ટીમો બનાવી બ્રેથ એનાલાઇઝીંગ તથા પોકેટકોપ મોબાઇલ, ડ્રગ્‍સ ટેસ્‍ટીંગ કીટ અને બોડીવોર્ન કેમેરાનો ઉપયોગ કરી કામગીરી હાથ ધરવામાં આવેલ છે.

(1:36 PM IST)